અમેરિકી-ઈઝરાયલી નૌકાદળની 'રક્ષણહાર' નામક પ્રચંડ યુદ્ધ કવાયત

- આ કવાયતનો હેતુ સમુદ્રીય ધમકીનો સામનો કરવો પડે તો બંને દેશોનાં યુદ્ધ-જહાજોએ કઈ રણનીતી અપનાવવી તે જોવાનો છે
તેલ-અવિવ : એટલાન્ટિક મહાસાગર તેમજ ભૂમધ્ય સમુદ્ર ઉપર તો અમેરિકી નૌકાદળનું એક ચક્રી શાસન છે. હવે તે તેના મિત્ર દેશ ઈઝરાયલે ભૂમધ્ય સમુદ્ર પરનાં વર્ચસ્વમા સાથે રાખવા માગે છે. ભૂમધ્ય સમુદ્રમાં અમેરિકાનો પાંચમો નૌકા-કાફલો તૈનાત રહે છે. તેણે ઈઝરાયલી નૌકાદળ સાથે પાંચ દિવસની યુદ્ધ કવાયત શરૂ કરી છે. અને તે કવાયતનું નામ રક્ષણહાર તેવું અપાયું છે.
ભૂમધ્ય સમુદ્ર હૈફા-બે તહરિયા વિસ્તારમાં આ પ્રચંડ યુદ્ધ કવાયત ચાલી રહી છે. તેમાં બંને નૌકાદળો, આધુનિકતમ ટેકનોલોજીના ઉપયોગ સાથે ખરેખર નૌકા-યુદ્ધ આવી જ પડે તો કઈ રણનીતિ અપનાવવી. તેના પ્રયોગો સાથે સેબોરેઝનો કઈ રીતે સામનો કરવો, માઈન્સ દૂર કરવી, ઘૂસણખોરીની ધમકીને કઈ રીતે પહોંચી વળવી તેમજ આરોગ્ય સહાય સુધીની બધી જ કવાયતો હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકામાં વિમાનવાહક જહાજ ઉપર રહેલા યુએસ. પી-૮ વિમાનોએ પણ તે કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. તેમજ મિસાઇલ પ્રેકિટસ પણ કરવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ઈઝરાયલી નૌકાદળ અને ભૂમધ્ય સમુદ્ર સ્થિત અમેરિકાના પાંચમા નૌકા-કાફલા વચ્ચે બહુ વિધ યુદ્ધ કવાયતો યોજાય છે. તેમાં અમેરિકાનું વિમાન દળ તથા વિમાન વાહક જહાજો ઉપર રહેલા વિમાનો પણ ભાગ લે છે. તેઓ રાતા સમુદ્ર વિસ્તારમાં પણ ચોકી પહેરો ભરી રહ્યાં છે. તેમની કાર્યવાહી, રાતા-સમુદ્રના છેક દક્ષિણ છેડા સુધી પહોંચ છે. રાતા સમુદ્ર વિસ્તારમાં આઈડીએફ ઈઝરાયલી ડીફેન્સ ફોર્સ અને યુએસ સેન્ટ-કોમ (યુએસ સેન્ટ્રલ કમાન્ડ) અનેકવાર સંયુક્ત યુદ્ધ કવાયતો કરી ચૂકયા છે. તેઓ કહે છે કે, આથી જ આ વિસ્તારમાં શાંતિ રહે છે.








