World

અમેરિકા-ઈરાનની 21 કલાક લાંબી મેરેથોન શાંતિ મંત્રણામાં કયા કયા મુદ્દાઓ પર પેંચ ફસાયો?

By GS TEAM
12 Apr 20263 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની આશા સાથે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાક લાંબી મેરેથોન બેઠક કોઈપણ પરિણામ વગર પૂરી થઈ છે. દુનિયાભરની નજર આ મંત્રણા પર હતી, પરંતુ બંને દેશો વચ્ચે 'રેડ લાઈન્સ' અને આકરી શરતોને કારણે સમજૂતી થઈ શકી નથી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે સમજૂતી વિના જ અમેરિકા પરત ફરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાનની 21 કલાક લાંબી મેરેથોન શાંતિ મંત્રણામાં કયા કયા મુદ્દાઓ પર પેંચ ફસાયો?

Islamabad and Iran-USA Peace Talks : મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની આશા સાથે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાક લાંબી મેરેથોન બેઠક કોઈપણ પરિણામ વગર પૂરી થઈ છે. દુનિયાભરની નજર આ મંત્રણા પર હતી, પરંતુ બંને દેશો વચ્ચે 'રેડ લાઈન્સ' અને આકરી શરતોને કારણે સમજૂતી થઈ શકી નથી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે સમજૂતી વિના જ અમેરિકા પરત ફરી રહ્યા છે.

21 કલાકની મંત્રણામાં મુખ્ય અવરોધો શું હતા?

1. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz):

સૌથી મોટો વિવાદ આ દરિયાઈ માર્ગને લઈને હતો. અમેરિકા ઈચ્છે છે કે આ વૈશ્વિક તેલ માર્ગ સંપૂર્ણપણે અવરોધ રહિત ખુલ્લો રહે. જ્યારે ઈરાન આ વિસ્તાર પર પોતાનું સાર્વભૌમત્વ અને નિયંત્રણ છોડવા તૈયાર નથી. ઈરાને ચેતવણી આપી છે કે જ્યાં સુધી કોઈ સમાન ફ્રેમવર્ક નક્કી ન થાય ત્યાં સુધી હોર્મુઝની સ્થિતિ બદલાશે નહીં.

2. પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમ સંવર્ધન

અમેરિકાએ ઈરાન સામે શરત મૂકી હતી કે તે ભવિષ્યમાં ક્યારેય પરમાણુ બોમ્બ નહીં બનાવે તેની લેખિત ગેરંટી આપે. ઈરાને કહ્યું કે તેઓ બોમ્બ બનાવવા માંગતા નથી, પરંતુ 'યુરેનિયમ સંવર્ધન' તેમનો અધિકાર છે અને તે ચાલુ રાખશે. આ મુદ્દો મંત્રણામાં સૌથી મોટો અવરોધ સાબિત થયો.

3. વળતર અને પ્રતિબંધો

ઈરાને અમેરિકા પાસે યુદ્ધમાં થયેલા નુકસાનનું વળતર, વિદેશમાં ફસાયેલી સંપત્તિને મુક્ત કરવાની અને તમામ આર્થિક પ્રતિબંધો હટાવવાની માંગ કરી હતી. અમેરિકા આ તમામ માંગણીઓને સ્વીકારવા માટે પરમાણુ શરતોનું પાલન અનિવાર્ય ગણાવી રહ્યું હતું.

બંને પક્ષોની પ્રતિક્રિયા

અમેરિકા (જેડી વેન્સ): "અમે અમારો શ્રેષ્ઠ અને અંતિમ પ્રસ્તાવ આપ્યો હતો. અમે ઘણું લવચીક વલણ અપનાવ્યું, પરંતુ ઈરાને અમારી શરતો માનવાનો ઈન્કાર કર્યો. આ ઈરાન માટે વધુ ખરાબ સમાચાર છે."

ઈરાન: "અમેરિકાની માંગણીઓ અતાર્કિક અને ગેરકાયદેસર છે. સમજૂતી ત્યારે જ શક્ય છે જ્યારે બંને પક્ષો સમાનતા અને પ્રામાણિકતા બતાવે. અમને કોઈ ઉતાવળ નથી."

ડોનાલ્ડ ટ્રમ્પ: અમેરિકન પ્રમુખે કડક લહેજામાં કહ્યું, "ડીલ થાય કે ન થાય, અમેરિકાને કોઈ ફરક પડતો નથી. અમે દરેક હાલતમાં જીતીશું."

હવે આગળ શું?

હાલ પૂરતી મંત્રણા અટકી ગઈ છે. જો બંને દેશો નરમ વલણ નહીં અપનાવે તો હોર્મુઝમાં તણાવ ફરી વધી શકે છે, જેની સીધી અસર વૈશ્વિક તેલના ભાવ અને અર્થતંત્ર પર પડશે. પાકિસ્તાને મધ્યસ્થી તરીકે સારી ભૂમિકા ભજવી હતી, પરંતુ કટ્ટર હરીફો વચ્ચેની ખાઈ પુરાઈ શકી નથી. જોકે હવે આગાળના તબક્કાની બીજી શાંતિ મંત્રણાની હાલ કોઈ યોજના નથી તેવું ઈરાન તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. જેડી વેન્સ પણ અમેરિકા પરત ફરી ગયા છે.  

ઈરાની સ્ટેટ ટીવીએ અમેરિકા સાથેની મંત્રણા નિષ્ફળ જવાના કારણો જાહેર કર્યા

યુદ્ધના અધૂરા સપના: અમેરિકાએ જે વસ્તુ યુદ્ધ દ્વારા હાંસલ કરવામાં નિષ્ફળતા મેળવી હતી, તે હવે વાટાઘાટોના ટેબલ પર મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

કઠોર શરતો: અમેરિકાએ એવી માંગણી કરી હતી કે ઈરાન પોતાનું 'સંવર્ધિત યુરેનિયમ' (Enriched Uranium) સોંપી દે અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર ઈરાનની સાર્વભૌમત્વતા સ્વીકાર્યા વગર જ તેને ખુલ્લું કરી દે.

સૈન્ય કાર્યવાહીનો સંકેત: ઈરાને હવે તેના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે સૈન્ય સાધનો અથવા લશ્કરી માધ્યમો દ્વારા જડબાતોડ જવાબ આપવાનો નિર્ણય લીધો છે.