World

ઈરાને અમેરિકાની દુઃખતી નસ દબાવી, યુદ્ધમાં મોજતબા બ્રિગેડની ચાલમાં ફસાઈ ટ્રમ્પ સરકાર!

By GS TEAM
12 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન બેઠક ભલે કોઈ ચોક્કસ પરિણામ વગર સમાપ્ત થઈ હોય, પરંતુ તેને ઈરાનની નિષ્ફળતા માનવી એ મોટી ભૂલ હશે. હકીકતમાં, ઈરાન તેની ભૌગોલિક સ્થિતિ અને આર્થિક નબળાઈઓનો ઉપયોગ કરીને સુપરપાવર અમેરિકાને પોતાની શરતો પર ઝુકાવવાની વ્યૂહનીતિ પર કામ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાને અમેરિકાની દુઃખતી નસ દબાવી, યુદ્ધમાં મોજતબા બ્રિગેડની ચાલમાં ફસાઈ ટ્રમ્પ સરકાર!
 AI IMAGE

US-Iran Ceasefire Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન બેઠક ભલે કોઈ ચોક્કસ પરિણામ વગર સમાપ્ત થઈ હોય, પરંતુ તેને ઈરાનની નિષ્ફળતા માનવી એ મોટી ભૂલ હશે. હકીકતમાં, ઈરાન તેની ભૌગોલિક સ્થિતિ અને આર્થિક નબળાઈઓનો ઉપયોગ કરીને સુપરપાવર અમેરિકાને પોતાની શરતો પર ઝુકાવવાની વ્યૂહનીતિ પર કામ કરી રહ્યું છે.

ઈરાનની અમેરિકાની દુખતી નસ પર પકડ

ઈરાન સારી રીતે જાણે છે કે, ભલે અમેરિકા પાસે અત્યાધુનિક મિસાઈલો અને સૈન્ય તાકાત હોય, પણ દુનિયાની આર્થિક નસ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો કબજો છે. ઈરાનનો હેતુ યુદ્ધને લાંબુ ખેંચીને અમેરિકાને આર્થિક રીતે નબળું પાડવાનો છે. અમેરિકામાં વધી રહેલી મોંઘવારી અને તેલના આસમાને પહોંચેલા ભાવે ટ્રમ્પ પ્રશાસનને બેકફૂટ પર લાવી દીધું છે.

ટ્રમ્પ પ્રશાસન પર દબાણ કેમ વધી રહ્યું છે?

ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મોરચે અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં ચૂંટણીઓ નજીક છે, જ્યાં મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે. મે મહિનામાં ટ્રમ્પની ચીન મુલાકાત અને કિંગ ચાર્લ્સનો પ્રસ્તાવિત અમેરિકા પ્રવાસ પણ છે. જ્યાં તેઓને આ મામલાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત અમેરિકન જનતા હવે નવા કોઈ યુદ્ધના પક્ષમાં નથી.

આ પણ વાંચો: 2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ

ખાડી દેશો અને ઈઝરાયેલની ચિંતા

રસપ્રદ વાત એ છે કે, ઈઝરાયલ અને આરબ દેશો પણ આ મંત્રણાનું કોઈ નક્કર પરિણામ આવે તેવું ઈચ્છતા નહોતા. તેમને ડર છે કે, જો અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થશે તો મધ્ય પૂર્વમાં ઈરાનનું વર્ચસ્વ વધી જશે, જે તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે.

સૈન્ય તાકાત હજુ પણ અકબંધ

સૈન્ય નિષ્ણાતોના મતે, ઈરાન પાસે હજુ પણ તેનો અડધાથી વધુ ડ્રોન અને મિસાઈલોનો જથ્થો સુરક્ષિત છે. ઈરાન જાણે છે કે નાટો (NATO) દેશોના સમર્થન વગર અમેરિકા માટે હોર્મુઝમાં કોઈ મોટું ઓપરેશન કરવું અશક્ય છે. ઈરાન હવે પ્રતિકાર કરવાને બદલે સોદાબાજી કરી રહ્યું છે. તે દુશ્મનને થકવી દેવા માંગે છે જેથી તે પોતાની શરતો મનાવી શકે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પ પ્રશાસન આર્થિક તબાહીથી બચવા માટે ઈરાનની શરતો સામે ઝૂકે છે કે કેમ.