‘હું H-1B વીઝા મુદ્દે એવું યુદ્ધ છંછેડીશ, જેની તમે કલ્પના નહીં કરી શકો’ ટ્રમ્પે ફી વધારી તો વાયરલ થયું મસ્કનું જૂનું ટ્વિટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US H-1B Visa Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બાદ હવે વીઝા વૉર શરૂ કરી દીધી છે. તેમણે H-1B વીઝાની ફીમાં એક લાખ ડૉલરનો ધરખમ વધારો કર્યો છે, જેના કારણે અમેરિકા આવવા ઈચ્છુક વિદેશી નાગરિકો ભારે નિરાશ થયા છે. ટ્રમ્પના આ નિર્ણયની અસર સૌથી વધુ અસર વિદેશથી કર્મચારીઓને હાયર કરતી ટેક ઈન્ડસ્ટ્રીને થઈ છે. હવે તમામ ઘટનાક્રમ વચ્ચે ટેસ્લા-સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કનું જૂની પોસ્ટ વાયરલ થઈ છે.
વીઝાના કારણે અનેક કંપનીઓએ અમેરિકાને મજબૂત કર્યું : મસ્ક
ગયા વર્ષે ડિસેમ્બરમાં મસ્કે (Elon Musk) ચેતવણી આપી હતી કે, ‘હું આ મુદ્દા પર એવો યુદ્ધ છંછેડીશ, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.’ તેમણે સ્પષ્ટ કહ્યું કે, એચ-1બી વીઝા માત્ર મારી કંપની જ નહીં, અમેરિકન ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી માટે પણ ખૂબ જરૂરી છે. મસ્કે વીઝાના મહત્ત્વ અંગે સ્પષ્ટ કહ્યું કે, ‘હું અમેરિકામાં એટલા માટે છું કે, મારા જેવા અનેક મહત્ત્વના લોકો અહીં છે, જેમણે સ્પેસએક્સ, ટેસ્લા અને અનેક કંપનીઓ બનાવીને અમેરિકાને મજબૂત કર્યું છે. આ બધુ એચ-1બી વીઝાના કારણે સંભવ થયું છે.’

મસ્ક H-1B વિઝાના મોટા સમર્થન
એલન મસ્ક પોતે H-1B વિઝા પર અમેરિકા આવેલા છે, તેઓ આ વિઝાના મોટા સમર્થક છે. તેઓ માને છે કે તેમની કંપનીઓની સફળતા માટે વિદેશી કર્મચારીઓ પર ભરોસો કરવો જરૂરી છે. એમેઝોન, કોગ્નિઝન્ટ અને ઈન્ફોસિસ જેવી અનેક ટેક કંપનીઓ પણ આ વિઝા દ્વારા કુશળ કર્મચારીઓને તેમની ટીમમાં સામેલ કરે છે.

ટ્રમ્પના નિર્ણયથી અફરાતફરી
ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ની મસમોટી વિઝા ફી જાહેર થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એચ-1બી વિઝા આપનારી કંપનીઓ અને કર્મચારીઓ ભયભીત બન્યા હતા. તેઓ તાત્કાલિક ધોરણે વિશ્વના ગમે તે ખૂણામાંથી અમેરિકા પહોંચવા આદેશ અપાયો હતો. જો કે, આ અફરાતફરી બાદ વ્હાઇટ હાઉસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે કંપનીઓએ તેમના H-1B કામદારોને યુએસમાં ફરીથી બોલાવવા માટે વધુ ફી ચૂકવવાની જરૂર નથી. પરંતુ ત્યાં સુધીમાં, ઘણુ નુકસાન થઈ ચૂક્યું હતું. ઘણા H-1B વિઝા ધારકોએ શુક્રવારે મોડી રાત્રે ટ્રમ્પની જાહેરાતના કલાકોમાં જ ગભરાટ અને ચિંતા સાથે અમેરિકા તરફ દોડ મૂકી દીધી હતી.
આ પણ વાંચો : અમેરિકાનો વધુ એક દેશ સાથે તણાવ, વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ જનતાને કહ્યું- 'હથિયાર ઉઠાવો'
આ પણ વાંચો : ગાઝા ફરી બોમ્બમારાથી ધણધણી ઉઠ્યું, ઈઝરાયલના હુમલામાં એક જ દિવસમાં 91ના મોત








