World

ગાઝા ફરી બોમ્બમારાથી ધણધણી ઉઠ્યું, ઈઝરાયલના હુમલામાં એક જ દિવસમાં 91ના મોત

By GS TEAM
21 Sep 20252 mins read
TukuTouch Logo
પાણી અને ભોજન માટે સંકટનો સામનો કરી રહેલા ગાઝામાં ઈઝરાયલે ફરી ભયાનક હુમલો કર્યો છે. રિપોર્ટ હુમલામાં એક જ દિવસમાં આશરે જાણીતા ડૉક્ટરના પરિવાર 91 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. અલ જઝીરાના રિપોર્ટ મુજબ, ઈઝરાયલે શનિવારે ગાઝામાં ઘરો, શિબિરો, ટેન્ટ અને લોકોને લઈ જઈ રહેલા ટ્રકને ટાર્ગેટ બનાવ્યા હતા. આ હુમલાઓ એટલા શક્તિશાળી હતો કે ધરતીકંપના આંચકા જેવો લાગ્યો હતો. હુમલામાં ઘણી બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાઝા ફરી બોમ્બમારાથી ધણધણી ઉઠ્યું, ઈઝરાયલના હુમલામાં એક જ દિવસમાં 91ના મોત

Israel-Hamas War : પાણી અને ભોજન માટે સંકટનો સામનો કરી રહેલા ગાઝામાં ઈઝરાયલે ફરી ભયાનક હુમલો કર્યો છે. રિપોર્ટ હુમલામાં એક જ દિવસમાં આશરે જાણીતા ડૉક્ટરના પરિવાર 91 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. અલ જઝીરાના રિપોર્ટ મુજબ, ઈઝરાયલે શનિવારે ગાઝામાં ઘરો, શિબિરો, ટેન્ટ અને લોકોને લઈ જઈ રહેલા ટ્રકને ટાર્ગેટ બનાવ્યા હતા. આ હુમલાઓ એટલા શક્તિશાળી હતો કે ધરતીકંપના આંચકા જેવો લાગ્યો હતો. હુમલામાં ઘણી બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગઈ છે.

જાણીતા ડૉક્ટરના પરિવારના અનેક લોકોના મોત

આ હુમલામાં ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ-શિફાના ડિરેક્ટર મોહમ્મદ અબુ સાલમિયાના ભાઈ, તેમના સાસરિયાં અને તેમના બાળકો સહિત અનેક પરિવારજનો માર્યા ગયા છે. નાસર વિસ્તારમાં થયેલા બીજા હુમલામાં એક ટ્રકને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં સવાર લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : ચીનની દરિયાઈ તાકાતનો જવાબ! ભારતે બનાવ્યું મેગા ન્યૂક્લિયર રિએક્ટર, INS અરિહંતથી બેગણું શક્તિશાળી

ગાઝામાં પાણી-ભોજનની અછત

ઈઝરાયલના સતત હુમલાઓથી ડરેલા ગાઝા સિટીના લોકો ઉત્તર તરફ ભાગી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઈજાગ્રસ્તો સુધી દવાઓ અને ખોરાક પહોંચાડવો પણ મુશ્કેલ બની ગયો છે. છેલ્લા એક મહિનામાં ચાર લાખથી વધુ લોકોએ ગાઝા છોડીને પલાયન કર્યું છે. આ વિસ્તારમાં પીવાના પાણી, ભોજન જેવી સુવિધાઓની પણ અછત સર્જાઈ છે.

હમાસની ઈઝરાયલને ધમકી

હમાસે ઈઝરાયલને ધમકી આપી છે કે, જો હુમલાઓ ચાલુ રહેશે, તો બાકીના 48 બંધકોનો જીવ જોખમમાં આવી જશે. હમાસે એક બંધકની તસવીર પણ જાહેર કરી છે. બીજીતરફ ઈઝરાયલમાં પણ બંધકોની મુક્તિ માટે પ્રદર્શનો થઈ રહ્યા છે, જેમાં પ્રદર્શનકારીઓ યુદ્ધવિરામ માટે સમજૂતી સ્વીકારવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો 'અમોઘ ફ્યૂરી' અભ્યાસ