World

અમે તો આમંત્રણ જ નથી આપ્યું... પાકિસ્તાન સેનાના વડા આસીમ મુનીરની અમેરિકાએ કરી ફજેતી

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન સેનાની 250મી વર્ષગાંઠ પર આયોજિત ભવ્ય સૈન્ય પરેડ માટે પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ સઇદ આસીમ મુનીરને આમંત્રિત કરવાના દાવાને વ્હાઇટ હાઉસે નકારી દીધા છે. આ પરેડનું આયોજન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 79 જન્મદિવસની સાથે કરાયું હતું, જેમાં 6600 સૈનિકો, 150 વાહન અને 50 લડાકૂ વિમાને ભાગ લીધો હતો. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, 'કોઈપણ વિદેશી સૈન્ય નેતાને આ પ્રસંગે આમંત્રણ નહોતું અપાયું.' આ નિવેદનથી એ અફવાનો પણ પર્દાફાશ થઈ ગયો જેમાં મુનીરને વિશેષ અતિથિ તરીકે બોલાવવાની વાત કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમે તો આમંત્રણ જ નથી આપ્યું... પાકિસ્તાન સેનાના વડા આસીમ મુનીરની અમેરિકાએ કરી ફજેતી

US Denies Inviting Pak Gen Asim Munir: વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન સેનાની 250મી વર્ષગાંઠ પર આયોજિત ભવ્ય સૈન્ય પરેડ માટે પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ સઇદ આસીમ મુનીરને આમંત્રિત કરવાના દાવાને વ્હાઇટ હાઉસે નકારી દીધા છે. આ પરેડનું આયોજન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 79 જન્મદિવસની સાથે કરાયું હતું, જેમાં 6600 સૈનિકો, 150 વાહન અને 50 લડાકૂ વિમાને ભાગ લીધો હતો. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, 'કોઈપણ વિદેશી સૈન્ય નેતાને આ પ્રસંગે આમંત્રણ નહોતું અપાયું.' આ નિવેદનથી એ અફવાનો પણ પર્દાફાશ થઈ ગયો જેમાં મુનીરને વિશેષ અતિથિ તરીકે બોલાવવાની વાત કરાઈ હતી.  

આ પણ વાંચોઃ ખામેનેઈને મારી નાખતા પણ નહીં ખચકાઈએ...' ઈરાન પર આટલી હદે કેમ ભડક્યું છે ઈઝરાયલ?

કોંગ્રેસ નેતાએ ટ્રમ્પ વહીવટી તંત્રની નીતિ પર કર્યા સવાલ

પાકિસ્તાની મીડિયા દ્વારા આ પ્રકારના અહેવાલ ચલાવવામાં આવ્યા હતાં. જેમાં કહેવાયું હતું કે, મુનીરને અમેરિકન સેનાના પરેડમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમાચારથી ભારતમાં વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેને ભારત માટે વ્યૂહાત્મક ઝટકો કહીને ટ્રમ્પ વહીવટી તંત્રની નીતિ પર સવાલ ઊભા કર્યા હતા. 

વ્હાઇટ હાઉસે નકાર્યા દાવા

વ્હાઇટ હાઉસે આ દાવાઓને ખોટા જણાવી કહ્યું કે, પરેડની યોજના ગત વર્ષથી શરૂ થઈ ગઈ હતી અને તે સંપૂર્ણપણે અમેરિકન સેનાના ઈતિહાસને સમર્પિત હતી. આ પરેડ માટે કોઈ વિદેશ સૈન્ય નેતાને આમંત્રિત નથી કરાયા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસીમ મુનીરને અમેરિકન સેનાના સ્થાપના દિવસે વોશિંગ્ટન ડીસીમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. રાજકીય અને વ્યૂહનીતિની દ્રષ્ટિએ આ સમાચાર ભારત માટે એક ઝટકો છે. આ એ જ શખસ છે, જેણે પહલગામ આતંકી હુમલા પહેલા ભડકાઉ નિવેદન આપ્યા હતા. જેનાથી અમેરિકાની નિયત પર પણ સવાલ ઊભો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ અને અમેરિકન સૈન્યની વર્ષગાંઠની ઉજવણી વચ્ચે અમેરિકામાં 'NO KINGS' દેખાવોમાં ભીડ ઉમટી

જોકે, સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે જોર પકડ્યું હતું. જ્યાં પાકિસ્તાનના દાવાને સાચો જણાવવામાં આવી રહ્યો હતો.

જણાવી દઈએ કે, 14 જૂને ડોનાલ્ડ ટ્રમ્પના જન્મ દિવસની સાથે અમેરિકન સેનાની સ્થાપનાની 250મી વર્ષગાંઠ પણ હતી. આ અવસર પર વોશિંગ્ટન ડીસીમાં ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ, તેનો અમેરિકામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. અમેરિકામાં આ ભવ્ય સૈન્ય પરેડમાં 6000થી વધુ સૈનિક, 150થી વધુ સૈન્ય વાહન, 50થી વધુ લડાકૂ વિમાને ભાગ લીધો હતો. આ ભવ્ય પરેડ પર 350 કરોડથી વધુ રકમ ખર્ચ થઈ હોવાનું કહેવાય છે, જેથી તેનો વિરોધ થઈ રહ્યો છે.