World

ટ્રમ્પ અને અમેરિકન સૈન્યની વર્ષગાંઠની ઉજવણી વચ્ચે અમેરિકામાં 'NO KINGS' દેખાવોમાં ભીડ ઉમટી

By GS TEAM
15 Jun 20253 mins read
TukuTouch Logo
અમેરિકાના રસ્તાઓ પર રવિવારે (15 જૂન) ઉજવણી અને વિરોધની તસવીરો એકસાથે સામે આવી રહી છે. ઉજવણીનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ દિવસ અને અમેરિકાની સેનાની 250મી વર્ષગાંઠ છે. વિરોધનું કારણ પણ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ જ છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે, ટ્રમ્પના જન્મદિવસની ઉજવણી તો થઈ રહી છે પરંતુ અમેરિકામાં તેનો મોટાપાયે વિરોધ પણ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ અને અમેરિકન સૈન્યની વર્ષગાંઠની ઉજવણી વચ્ચે અમેરિકામાં 'NO KINGS' દેખાવોમાં ભીડ ઉમટી

US No Kings Protest: અમેરિકાના રસ્તાઓ પર રવિવારે (15 જૂન) ઉજવણી અને વિરોધની તસવીરો એકસાથે સામે આવી રહી છે. ઉજવણીનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ દિવસ અને અમેરિકાની સેનાની 250મી વર્ષગાંઠ છે. વિરોધનું કારણ પણ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ જ છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે, ટ્રમ્પના જન્મદિવસની ઉજવણી તો થઈ રહી છે પરંતુ અમેરિકામાં તેનો મોટાપાયે વિરોધ પણ થઈ રહ્યો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે 14 જૂને પોતાનો 79મો જન્મદિવસ ઉજવ્યો હતો. અમેરિકન સમયાનુસાર, તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર અમેરિકન સેનાની 250મી વર્ષગાંઠનો પણ છે. જેને લઈને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં સેનાની ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6000થી વધુ સૈનિક, 150થી વધુ સૈન્ય વાહન અને 50થી વધુ લડાકૂ વિમાને ભાગ લીધો. આ ભવ્ય પરેડમાં 350 કરોડથી વધુની રકમ ખર્ચ કરવાની વાત કરવામાં આવી રહી છે, જેનો હાલ વિરોધ થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાયા, ભારત કોની તરફેણમાં?

ટ્રમ્પના જન્મદિવસ પર સેનાની ભવ્ય પરેડ

ટ્રમ્પના વિરોધીઓનો આરોપ છે કે, અમેરિકાની સેનાની આ ભવ્ય પરેડ હકીકતમાં ટ્રમ્પના જન્મદિવસની ઉજવણી માટે આયોજિત કરવામાં આવી છે. જેને સંપૂર્ણપણે જનતાના પૈસાની બગાડ અને તાનાશાહીનું પ્રતીક જણાવવામાં આવી રહ્યું છે. આ પરેડ સામે દેશભરમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે, જેમાં માર્ક રફૈલો જેવો હોલિવૂડ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. 

સૈન્ય પરેડમાં ટેન્ક, સૈન્ય વાહન અને લડાકૂ વિમાન સામેલ હતા, જેને એક પ્રકારનું શક્તિ પ્રદર્શન જણાવવામાં આવ્યું હતું. જોકે, અમેરિકન સરકારનું કહેવું છે કે, અમેરિકાની સેનાએ સ્થાપનાના 250 વર્ષ પૂરા થયાના અવસર પર આ પરેડનું આયોજન કર્યું હતું. આ સૈન્ય પરેડ દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમેરિકન સિક્રેટ સર્વિસે 18 માઇલ સુધી એન્ટી સ્કેલ ફેસિંગ લગાવી હતી. પરંતુ સંયોગથી ડોનાલ્ડ ટ્રમ્પના જન્મદિવસે સૈન્ય પરેડના આયોજન અને તેમાં કરવામાં આવેલા ખર્ચનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ખુદ યુદ્ધ લડતાં પુતિને ટ્રમ્પને ઘુમાવ્યો ફોન, ઈઝરાયલ-ઇરાન વચ્ચેનું યુદ્ધ રોકવા કરી અપીલ

ટ્રમ્પનો વિરોધ 

ટ્રમ્પની નીતિ અને સૈન્ય પરેડને તાનાશાહીનું પ્રતીક માનતા No Kings પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરોધ દેશમાં અનેક જગ્યાએ થઈ રહ્યાં છે. No Kingsના બેનર હેઠળ દેશભરમાં 1500થી વધુ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં અનેક હોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ફિલ્મ સ્ટાર્સ મૂળ રૂપે ટ્રમ્પની નીતિઓને ખાસ કરીને ગેરકાયદે પ્રવાસીઓ સામે કડક કાર્યવાહીની વિરોધમાં હતા. 

ટ્રમ્પના વિરોધીઓનો દાવો છે કે, પરેડનું આયોજન સેનાની વર્ષગાંઠના બહાને કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો અસલી હેતુ ટ્રમ્પની વ્યક્તિગત છબીને ચમકાવવાનો છે. તેમનું કહેવું છે કે, અમેરિકામાં સૈન્ય પરેડની પરંપરા નથી અને 34 વર્ષ બાદ આવી કોઈ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. 350 કરોડ રૂપિયાના ખર્ચે વિપક્ષી પાર્ટી અને નાગરિક સંગઠનોએ તેને કરદાતાઓના પૈસાનો બગાડ જણાવવામાં આવ્યું. ટ્રમ્પ પર સૈન્યબળોના દુરૂપયોગ અને લોકતાંત્રિક સંસ્થાઓને કમજોર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જણાવી દઈએ કે, અમેરિકામાં રાજકીય ધ્રુવીકરણ હાલ ચરમસીમાએ છે. ટ્રમ્પ સમર્થક પરેડને દેશની સૈન્ય તાકાતનું પ્રતીક માનવામાં આવે છે, જોકે વિરોધી તેને તાનાશાહી જણાવે છે.