World

અમેરિકી કોંગ્રેસ સાંસદે ટ્રમ્પની ભારત નીતિની ઝાટકણી કાઢી

By GS TEAM
11 Dec 20252 mins read
અમેરિકી કોંગ્રેસ સાંસદે ટ્રમ્પની ભારત નીતિની ઝાટકણી કાઢી

- સીડની કામલ્ગેર ડૉવે કહ્યું અમેરિકાની નીતિને લીધે જ ભારત રશિયા તરફ વળી રહ્યું છે : તે અકારણ બન્યું નથી

નવી દિલ્હી, વોશિંગ્ટન : રશિયાના પ્રમુખ વાલ્દીમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુતિને કારમાં લીધેલી સેલ્ફીએ માત્ર ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં વિવાદ જગાવી દીધો છે. તેમાંયે તેણે અમેરિકાની સંસદમાં તો ચક્રવાત સર્જી દીધો છે. ઘણાએ આ માત્ર મૈત્રીની નિશાની નથી, તેથી તે ઘણી ઊંડી વાત છે તેમ કહે છે. અમેરિકાના અનેક સાંસદો તેને અમેરિકાની ભારત નીતિની નિષ્ફળતા કહે છે, અને જણાવે છે કે આપણે એક વ્યૂહાત્મક સાથી ગુમાવી રહ્યા છીએ.

અમેરિકાની સંસદમાં આ અંગે ગરમા ગરમ ચર્ચા ચાલી રહી છે. અમેરિકાની વિદેશ નીતિ વિષે બોલતાં મહિલા સાંસદ સીડની કામલ્ગેર ડૉવે, આ સેલ્ફીનો ફોટો દર્શાવતાં કહ્યું હતું કે ભારત રશિયા તરફ અકારણ ઝૂક્યું નથી. આપણી વિદેશનીતિની નિષ્ફળતાને લીધે ઝૂક્યું છે. ભારત પાસે મોસ્કો તરફ ઝૂક્યા સિવાય અન્ય વિકલ્પ જ રહ્યો ન હતો.

કામલ્ગેર ડૉવે ભારત પ્રત્યેના અમરિકી વહીવટી તંત્રના અભિગમની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે આબરૂ બચાવવા માટે નાક કાપવા જેવી આ વાત છે. વ્હાઇટ હાઉસની પ્રેશર ટેકિટકરે દાયકાઓની મહેનત પછી બંધાયેલા ભારત અમેરિકાના સંબંધોને પુન: તોડી નાખ્યો છે અને આપણા વ્યૂહાત્મક સાથીને આપણા વિરોધીઓની બાંહોમાં ધકેલી દીધા છે.

આ સાથે તેઓએ આ પરિસ્થિતિની ગંભીરતા બરોબર સમજવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. મને કહ્યું કે દાદાગીરી કરતા ભાગીદારે છેવટે તો ભારે કિંમત ચુકવવી પડે છે.

સુશ્રી ડૉલ આ બોલી રહ્યાં હતાં ત્યારે ગૃહમાં પીન ડ્રોપ સાયલન્સ પ્રવર્તતું હતું. સૌ કોઈ પ્રતિનિધિ સભાના સભ્યો એક ચિત્તે તેવો તરફ જોઈ રહ્યા હતા અને સાંભળી રહ્યા હતા. તેવે સમયે પુતિન મોદીની સેલ્ફીનો મોટો ચગાવેલો ફોટો ગૃહમાં દર્શાવ્યો અને બંને પક્ષો (રીપબ્લિકન્સ તેમજ ડેમોક્રેટ્સ)ને કહ્યું કે આમા કેટલી બધી બાબતો હોડમાં મુકાઈ છે તે વિચારો, તેની ગંભીરતા સમજો.

આપણે ભારત ઉપર ૫૦ ટકાનો ટેરિફ લગાવ્યો છે તે પૈકી ૨૫ ટકા વધારાનો ટેરિફ તો ભારત રશિયન ઓઇલ ખરીદે છે તે માટે લાદવામાં આવ્યો છે.

બીજી તરફ આપણા વિશેષદૂત સ્ટીવ વિટકોફ કેટલાંક વ્યાપારી મૂડી રોકાણો માટે યુક્રેન રશિયાને વેચી દેવા માગે છે, તેવી બેક રૂમ ચર્ચા ચાલી રહી છે.

ભારત સાથેના સંબંધોની વાત લઇએ તો ટેરિફ ઉપરાંત એચ-૧બી વીસા માટે ટ્રમ્પે લગાડેલી ૧ લાખ ડોલરની ફી સૌથી વધુ ભારતને જ અસર કરે છે. કારણ કે એચ-૧બી વિસા મેળવનારાઓમાં ૭૦ ટકા તો ભારતીયો જ છે. વાસ્તવમાં હજી સુધીમાં ભારતીયોએ અમેરિકાનાં ઉત્કર્ષમાં આપેલા ફાળાનો અપાયેલો કઠોર અને કડવો જવાબ છે. તેમ પણ સુશ્રી ડૉવે કહ્યું ત્યારે સંસદ હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠયો હતો.