Get The App

યુદ્ધ રોકવા અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદ

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ રોકવા અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદ 1 - image

- યુદ્ધ અટકાવવાની માગ કરતો ઠરાવ સંસદમાં 215-208 મતથી પસારઃ હવે સેનેટની મંજૂરી માટે મોકલાશે

- ઇરાન યુદ્ધથી અમેરિકાને 100 અબજ ડોલરનો ફટકો  પડયાનો ડેમોક્રેટિક નેતા હકીમ ઝેફરીઝનો ચોંકાવનારો દાવો

- ટ્રમ્પને અમેરિકનોની પડી જ નથી, વિશ્વના બીજા દેશોના પ્રશ્નોમાં વધારે રસ છે : ડેમોક્રેટ્સનો આક્ષેપ 

નવી દિલ્હી : પ્રમુખ ટ્રમ્પનું તર્ક વગરનું, કોઈ કારણ વગરનું  ઇરાન યુદ્ધ અમેરિકાન ૧૦૦ અબજ ડોલરથી પણ વધુ રકમમાં પડયું  હોવાનું હાઉસ ઓફ ડેમોક્રેટિક લીડર હકીમ જેફરીઝે જણાવ્યું હતું.આ દાવો અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે ૩૦ અબજ  ડોલરના ખર્ચના કરેલા દાવા કરતાં ત્રણ ગણા કરતાં પણ વધારે છે. તેમના દાવાના લીધે રિપબ્લિકનો સુદ્ધા પણ હચમચી ઉઠયા હતા. 

અમેરિકા-ઈરાન યુદ્ધ લગભગ બંધ જ થઈ ગયું છે. અથવા પ્રમુખ ટ્રમ્પે તે બંધ કરવું જ પડશે. સમજૂતી થાય કે ન થાય ટ્રમ્પે યુદ્ધ બંધ કરવું જ પડશે. કારણ કે અમેરિકાની કોંગ્રેસ (સંસદ)નાં નીચલાં ગૃહ હાઉસ ઓફ રેપ્રિઝન્ટેટીવ્સમાં યુદ્ધ બંધ કરવા અંગેનો પ્રસ્તાવ ૨૧૫ વિરુદ્ધ ૨૦૮થી પસાર થઈ ગયો છે. આશ્ચર્ય તો તે વાતનું છે કે યુદ્ધ રોકવાના આ પ્રસ્તાવમાં ટ્રમ્પની પાર્ટી રીપબ્લિકન પાર્ટીના ૪ સાંસદોએ પણ તે પ્રસ્તાવને સમર્થન આપતું મતદાન કર્યું છે.

જોકે આ પ્રસ્તાવનો પ્રભાવ સીમિત છે. કારણ કે તે અમલી કરતાં પૂર્વે તે સેનેટમાંથી પણ પસાર થવો અનિવાર્ય છે. ઉપરાંત પ્રમુખની મંજૂરી પણ જરૂરી છે. પરંતુ નીચલાં સંસદમાં આ પહેલો સફળ પ્રયાસ છે કે જેથી નિશ્ચિત થઈ જાય છે કે પ્રમુખ પોતાની ઇચ્છા પ્રમાણે યુદ્ધ ન જ કરી શકે. સંસદનાં બંને સદનોની મંજૂરી જરૂરી છે.

વોર-પાવર્સ-રીઝોલ્યુશનની પક્ષમાં નીચલાં ગૃહમાં ૨૧૫ મત પડયા. વિરુદ્ધમાં ૨૦૮ મત પડયા. પરંતુ તેને કાનૂની રૂપ આપવા માટે સેનેટ (ઉપલાં ગૃહ)ની મંજૂરી અનિવાર્ય છે. જો તેમાંથી પણ તે પ્રસ્તાવ પસાર થઈ જાય તો પ્રમુખ વીટા વાપરી તે અટકાવી શકે. તે વીટો બે અસર કરવા માટે બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમત જરૂરી છે. જે મેળવવી વિરોધીઓ માટે મુશ્કેલ છે. ડેમોક્રેટ્સને છેક ચોથા પ્રયત્ને આ પ્રસ્તાવ પસાર કરાવવામાં સફળતા મળી છે, દર વખતે તેઓ બહુમતીના અભાવે પાછા પડી જતા હતા, આ વખતે ચાર રિપબ્લિકન સાંસદોના ટેકાના લીધે તે સફળ રહ્યા છે. 

રિપબ્લિકન સાંસદ જહોન્સને આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પને અમેરિકનોની પડી જ નથી. તેને વિશ્વના બીજા દેશોના પ્રશ્નોમાં વધારે રસ છે. તેમનું ધ્યાન આંતરરાષ્ટ્રીય કૂટનીતિ પર વધારે અને અમેરિકન પ્રજાને સ્પર્શતા પ્રશ્નોમાં ઓછું છે. આજે અમેરિકામાં મોંઘવારી છે તે ટ્રમ્પના કારણે છે. ટ્રમ્પ અમેરિકન પ્રશ્નો, અમેરિકન મોંઘવારી, અમેરિકન, અમેરિકન ઉદ્યોગો, અમેરિકન ઇકોનોમી બધા જ મોરચે સદંતર નિષ્ફળ ગયા છે.

બીજી તરફ ટ્રમ્પે જાહેર કર્યું છે કે ઈરાન સાથે આ સપ્તાહનાં અંત સુધીમાં સમજૂતી સધાઈ જશે. જ્યારે વિદેશ મંત્રી માર્કો રૂબિઓએ તો દાવો કર્યો છે કે યુદ્ધ સમાપ્ત થયું છે. તેમણે હાઉસ ફોરેન અફેર્શ કમિટિને જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધમાં આપણે વિજયી થયા છીએ. એલિક-ક્યુરી ઓપરેશન હવે બંધ થયું છે. ઈરાન સેના અને સરકાર બંને નિર્બળ બન્યાં છે. તેઓ સામે હવે યુદ્ધ કરવાનો અર્થ નથી. આથી અમેરિકા હવે ઈરાન ઉપર હુમલા નહીં કરે.

ખાડી યુદ્ધ એક અબજ લોકોને કારમો ફટકો મારશે

ભડકે બળતા મધ્યપૂર્વના લીધે વૈશ્વિક વૃદ્ધિદર ઘટી 2.8 ટકા થશે : ઓઇસીડી

અમેરિકા-ઇરાન યુદ્ધના લીધે કેટલાય દેશો મંદીમાં સરી પડશે, ફુગાવો વધશે અને બેરોજગારી માઝા મૂકશે

ફ્રેન્કફર્ટ : ભડકે બળતું મધ્યપૂવના લીધે વૈશ્વિક અર્થતંત્રને જબરદ્ત ફટકો પડશે. અમેરિકા-ઇરાન વચ્ચેનું આ યુદ્ધ જૂન સુધી ચાલતા વૈશ્વિક અર્થતંત્રનો વૃદ્ધિદર અગાઉના વર્ષના ૩.૪ ટકાની તુલનાએ વર્ષાંતેે ૨.૮ ટકા થઈ જશે તેમ માનવામાં આવે છે.  આ યુદ્ધના કારણે વિશ્વના કેટલાય દેશો મંદીમાં સરી પડશે અને ફુગાવો ઊંચે જશે અને બેરોજગારી માઝા મૂકશે તેમ ઓઇસીડીના રિપોર્ટમાં જણાવાયું હતું.

વિશ્વના ગરીબ દેશોના એક અબજ લોકોને કારમો ફટકો મારશે, તેમના માટે જીવવુ દોહ્યલુ બની જશ. મધ્યપૂર્વની લંબાનારી કટોકટી ઓઇલની આયાત પર મહદ અંશે નભતા એશિયાઈ અર્થતંત્રો માટે અસહ્યનીય મુસીબત બનીને આવી છે. એમ (ઓઇસીડી)ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે બુધવારે જણાવ્યું હતું. આ દેશોના ૩૦ ટકા લોકો આમ પણ ગરીબી રેખા નીચે જીવે છે અને તેમની પ્રતિ દિન કમાણી ત્રણ ડોલરથી પણ ઓછી છે. 

સૌથી વિપરીત અસર તો એશિયન અર્થતંત્રો પર પડશે. તેનું કારણ ે છે એશિયન અર્થતંત્ર મહદ અંશે ખાડી દેશોમાંથી મળતા ક્રૂડ ઓઇલ, ફ્યુઅલ અને નેચરલ ગેસ પર આધારિત છે. હોર્મુઝની ખાડી બંધ કરવામા આવતા તેમનો પુરવઠો મોટાપાયા પર અટવાઈ પડયો છે. ગરીબ દેશોએ હવે તેમની આવકનો વધુ હિસ્સો ઇંધણ અને અનાજ પાછળ ખર્ચવો પડશે. 

ઓઇસીડીનું માનવું છે કે જો યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી જળવાઈ રહે તો વૈશ્વિક અર્થતંત્રનો વૃદ્ધિદર વર્ષાંતે ૨.૧ ટકા થઈ જશે અને આગામી વર્ષે તે માંડ ૧.૮ ટકા હશે, આમ આખુ વિશ્વ મંદીની ગર્તામાં ગરકાવ થવાના આરે પહોંચી જશે. જો જુનના અંત સુધીમાં યુદ્ધ પૂરુ થઈ જાય તો વર્ષાંત સુધીમાં વૈશ્વિક અર્થતંત્રનો દર ૨.૮ ટકા હશે અને આગામી વર્ષે સુધરીને ૩.૧ ટકા થશે. વૈશ્વિક અર્થતંત્ર ૨૦૨૬માં મજબૂત તેજી સાથે પ્રવેશ્યુ હતુ, પરંતુ મધ્યપૂર્વના યુદ્ધના લીધે સ્થિતિ વણસી છે, એમ ઓઇસીડીના સેક્રેટરી જનરલ મથિયાસ કોર્મને જણાવ્યું હતું. લાંબા સમયગાળા સુધી યુદ્ધ ચાલવાના કારણે આર્થિક એને સામાજિક ખર્ચ નોંધપાત્ર વધી જાય છે. 

કોર્મેને ચેતવણી આપી હતી કે સરકારના ખર્ચનું ધ્યેય ઉર્જા ખર્ચમાં સંતુલિત કરવાનું જોઈએ અને સરકારે વર્તમાન સંજોગોમાં વધુ પડતુ ઋણ લેવાનું ટાળવું જોઈએ તથા ઉર્જા બચાવવા પ્રોત્સાહનોને જાળવી રાખવા જોઈએ. ઓઇસીડી ૩૮ લોકશાહી દેશો અને બજાર આધારિત અર્થતંત્રોનું બનેલું ઇનટરનેશનલ ગવર્નેમેન્ટલ સંગઠન છે. તેનું મુખ્યમથક પેરિસમાં છે.