Get The App

અમેરિકાની વધુ એક ચિંતાજનક જાહેરાત: મોબાઈલ-લેપટોપ જેવી વસ્તુઓ પર છૂટ કાયમી માટે નથી

Updated: Apr 13th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાની વધુ એક ચિંતાજનક જાહેરાત: મોબાઈલ-લેપટોપ જેવી વસ્તુઓ પર છૂટ કાયમી માટે નથી 1 - image


USA Tariff : ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઘણા ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ દૂર કરવાના તાજેતરના નિર્ણય બાદ હવે યુએસ વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. આજે રવિવાર (13 એપ્રિલ, 2025) ના રોજ હોવર્ડ લુટનિકે કહ્યું હતું કે, 'ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કાયમી નથી.'

યુએસના વાણિજ્ય મંત્રીએ શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે યુએસના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'આ બધા માલ પર ટૂંક સમયમાં 'સેમિકન્ડક્ટર ટેરિફ' લાદવામાં આવશે. આ નિયમ એક કે બે મહિનામાં લાગુ કરવામાં આવશે. તે બધી વસ્તુઓ સેમિકન્ડક્ટર હેઠળ આવશે. આ તમામ પર ખાસ રીતે ટેરિફ લગાવામાં આવશે અને અમે ખાતરી કરીશું કે તે ઉત્પાદનો ફરીથી સ્થાપિત થાય.'

'અમે દક્ષિણ એશિયા પર આધાર રાખી શકતા નથી'

હોવર્ડ લુટનિકે કહ્યું કે, 'અમને સેમિકન્ડક્ટરની જરૂર છે. અમને ચિપ્સની જરૂર છે અને ફ્લેટ પેનલ્સની પણ જરૂર છે. અમારે આ બધી વસ્તુઓનું ઉત્પાદન અમેરિકામાં જ કરવું પડશે કારણ કે અમે આ બધી વસ્તુઓ માટે દક્ષિણ એશિયા પર આધાર રાખી શકતા નથી.'

આ પણ વાંચો: ટ્રેડ વૉર વચ્ચે ચીનની અમેરિકાને સલાહ, રેસિપ્રોકલ ટેરિફ ખતમ કરવાની ટ્રમ્પને કરી અપીલ

તેમણે કહ્યું કે, 'અમે આ મૂળભૂત સુવિધા માટે અન્ય દેશ પર નિર્ભર નહી રહી શકીએ. જ્યારે ઈલેક્ટ્રોનિક સામાન પર આપવામાં આવેલી છૂટ હંમેશા માટે નથી. આ પ્રોડક્ટ અમારા દેશની સુરક્ષા સાથે જોડાયેલી હોવાથી અન્ય દેશ સાથે કોઈપણ પ્રકારે વ્યવહાર કરી શકતા નથી.' જ્યારે ચીને અમેરિકાને રેસિપ્રોકલ ટેરિફ પરત લઈને પોતાની ભૂલ સુધારવા કહ્યું છે અને ઈલેક્ટ્રોનિક સામાન પર મળેલી છૂટ નાનું પગલું માનવામાં આવી રહ્યું છે. 

Tags :