World

‘ભારત અમારી સાથે, રશિયા ચીન પર નિર્ભર’ UNમાં ઝેલેન્સ્કીનું સંબોધન, પુતિન પર કર્યો ગંભીર આક્ષેપ

By GS TEAM
24 Sep 20252 mins read
TukuTouch Logo
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘હવે રશિયાને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન આ યુદ્ધને યુરોપ સુધી લઈ જવા માંગે છે. હાલના સમયમાં દુનિયા ઈતિહાસના સૌથી વિનાશક હથિયારોની સ્પર્ધામાંથી છે. યુક્રેન તો માત્ર પહેલો દેશ છે અને હવે રશિયન ડ્રોન સમગ્ર યુરોપમાં ઉડી રહ્યા છે.’

Summarized by AI; it may make mistakes. Check important info

‘ભારત અમારી સાથે, રશિયા ચીન પર નિર્ભર’ UNમાં ઝેલેન્સ્કીનું સંબોધન, પુતિન પર કર્યો ગંભીર આક્ષેપ

Zelenskyy On Russia-China : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘હવે રશિયાને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન આ યુદ્ધને યુરોપ સુધી લઈ જવા માંગે છે. હાલના સમયમાં દુનિયા ઈતિહાસના સૌથી વિનાશક હથિયારોની સ્પર્ધામાંથી છે. યુક્રેન તો માત્ર પહેલો દેશ છે અને હવે રશિયન ડ્રોન સમગ્ર યુરોપમાં ઉડી રહ્યા છે.’

ભારત અમારી સાથે : ઝેલેન્સ્કીનો દાવો

વોલોડીમિર ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelenskyy)એ દાવો કર્યો કે, ‘ભારત યુક્રેનની સાથે છે અને આગામી સમયમાં રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદવા મુદ્દે વલણ બદલી શકે છે. ભારત-રશિયાના ઊર્જા કરારના કારણે કેટલીક જટિલતાઓ આવી છે, પરંતુ મને આશા છે કે ભારત રશિયન ઊર્જા ક્ષેત્ર પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલશે. મને લાગે છે કે ભારત મોટે ભાગે અમારી બાજુ છે. હા, અમારી પાસે ઊર્જાને લગતા કેટલાક પ્રશ્નો છે, પરંતુ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ (US President Donald Trump) તેનો સામનો કરી શકે છે.’

આ પણ વાંચો : આટલો મોટો ભૂવો નહીં જોયો હોય, અચાનક જ આખો રસ્તો ગાયબ જ થઈ ગયો

'ચીન વગર રશિયા કંઈ નથી'

ઝેલેન્સકીએ ચીન પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘રશિયા હવે સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે. જો ચીન ખરેખર યુદ્ધને રોકવા ઈચ્છે તો તે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન (Russia President Vladimir Putin)ને મજબૂર કરી શકે છે. ચીન વગર રશિયા કંઈ નથી, પરંતુ ચીન શાંતિ માટે સક્રિય થવાને બદલે ઘણીવાર ચૂપ અને દૂર રહે છે.’ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત પર રશિયાને આર્થિક મદદ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : ‘દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ-ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે’ ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ