World

રશિયામાં 1000 કિમી અંદર ઘૂસીને યુક્રેનનો ઘાતક ડ્રોન ઍટેક! 12ના મોત, ઓઇલ પ્લાન્ટ તબાહ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો છે. યુક્રેને મધ્ય રશિયાના તાતારસ્તાન વિસ્તારમાં સરહદથી 1000 કિલોમીટરથી વધુ અંદર ઘૂસીને ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. નિઝનેકામસ્ક શહેરમાં થયેલા આ ડ્રોન હુમલામાં 12 લોકોના મોત થયા છે, અને 39 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં રશિયાના મહત્ત્વપૂર્ણ ઊર્જા ઠેકાણાઓને પણ નુકસાન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયામાં 1000 કિમી અંદર ઘૂસીને યુક્રેનનો ઘાતક ડ્રોન ઍટેક! 12ના મોત, ઓઇલ પ્લાન્ટ તબાહ

Ukraine Drone Attack 1000km Inside Russia: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો છે. યુક્રેને મધ્ય રશિયાના તાતારસ્તાન વિસ્તારમાં સરહદથી 1000 કિલોમીટરથી વધુ અંદર ઘૂસીને ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. સોમવારે રશિયાના નિઝનેકામસ્ક શહેરમાં થયેલા આ ડ્રોન હુમલામાં ઓછોમાં ઓછા 12 લોકોના મોત થયા છે, અને 39 લોકો ઘાયલ થયા છે.

રશિયાને લાગ્યો બેવડો ઘા

યુક્રેને આ હુમલાથી રશિયાને બેવડો ફટકો પડ્યો છે. એક તરફ મોટી સંખ્યામાં લોકો ગુમાવ્યા છે, તો બીજી તરફ તેના મહત્ત્વપૂર્ણ ઊર્જા ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. નિઝનેકામસ્ક શહેર રશિયાનું એક મહત્ત્વપૂર્ણ ઓઇલ રિફાઇનિંગ સેન્ટર છે, જ્યાં બે ઓઇલ રિફાઇનરી અને એક પેટ્રોકેમિકલ પ્લાન્ટ આવેલા છે. યુક્રેનના આ હુમલાઓથી રશિયામાં ઇંધણની અછત ઊભી થઈ છે, અને તેલ શોધવાની ક્ષમતા પ્રભાવિત થઈ છે.

પુતિનને મંત્રણા ટેબલ પર લાવવાનો પ્રયાસ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ જણાવ્યું કે, આ અભિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાટાઘાટોના ટેબલ પર લાવવા અને યુદ્ધનો અંત લાવવા માટે મજબૂર કરવાના હેતુથી ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, 'અમે પૂરી રીતે યોગ્ય જવાબ આપી રહ્યા છીએ અને રશિયાના દરેક હુમલાનો બદલો લેવામાં આવશે.'

સામે પક્ષે રશિયાના પણ હુમલા

બીજી તરફ, રશિયાએ પણ રાતભર યુક્રેન પર ડ્રોન અને તોપમારો કર્યો હતો. યુક્રેનના ખાર્કોવ વિસ્તારના બુગાઇવકા ગામમાં રશિયન તોપમારામાં 5 લોકોના મોત થયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, તેમણે રાતભર છોડવામાં આવેલા 456 યુક્રેનના ડ્રોનને તોડી પાડ્યા છે.