World

હવે યુક્રેને નવો પ્રમુખ ચૂંટી લેવો જોઈએ, રશિયા સાથે સમજૂતી પછી ટ્રમ્પનું એલાન

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને નવો પ્રમુખ ચૂંટવાનું સૂચન કર્યું છે. ટ્રમ્પના મતે, વર્તમાન પ્રમુખ ઝેલેન્સ્કી રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવા સમર્થ નથી. તેમણે કહ્યું કે જો તેઓ 2022માં પ્રમુખ હોત તો યુદ્ધ શરૂ જ ન થાત. ઝાપોર્જિયામાં રશિયન હુમલામાં 20 લોકોના મોત અને કિવ પર મિસાઈલ હુમલા વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન મહત્વનું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે યુક્રેને નવો પ્રમુખ ચૂંટી લેવો જોઈએ, રશિયા સાથે સમજૂતી પછી ટ્રમ્પનું એલાન

વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હવે યુક્રેને નવો પ્રમુખ ચૂંટી લેવો જોઈએ કારણ કે, વર્તમાન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી, રશિયા સાથે યુદ્ધ બંધ કરવા માટે કોઈ સમજૂતી સાધી શકે તેમ નથી. શનિવારે (અમેરિકી સમય પ્રમાણે) વ્હાઈટ-હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે મારૂં સૂચન છે કે, તેમણે એક એવા નેતાને ચૂંટી લેવો જોઈએ કે જે સમજૂતી કરી શકે, ખબર નથી પડતી કે શા માટે ? પરંતુ ઝેલેન્સ્કી તેવું કદી નહીં કરે.
આ સાથે તેઓએ તેમ પણ કહ્યું કે જો ૨૦૨૨માં હું અમેરિકાનો પ્રમુખ હોત તો આ યુદ્ધ શરૂ જ ન થઈ શકત. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થવાનું કોઈ કારણ જ ન હતું. આ અક્ષમતાનાં કારણે જ શરૂ થયું છે. ઝેલેન્સ્કીએ પોતાના દેશનો ૩૦ ટકા ભાગ તો ગુમાવી દીધો છે, અને બંને તરફે મળી ૧૦ લાખથી વધુ વિસ્થાપિત થયા છે. ૨૦ લાખથી વધુ માર્યા ગયા છે. આ એવું યુદ્ધ છે કે જે કદી શરૂ થવું જોઈતું જ ન હતું, મને લાગે છે કે યુક્રેને હ વે નવો પ્રમુખ જ ચૂંટી કાઢવો જોઈએ તે માટે સમય પાકી ગયો છે.
યુક્રેની અધિકારીઓએ શનિવારે કહ્યું હતું કે રશિયાના હુમલામાં યુક્રેનના ઝાપોર્જિયા વિસ્તારમાં ઓછામાં ઓછા ૨૦ લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાનું ડીઝલ ખરીદવાની કરેલી જાહેરાત પછી બની હતી. તે સમયે કીવે ચેતવણી આપી હતી કે તેથી યુક્રેન સામેનાં યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ મળશે.
યુક્રેનની સ્ટેટ ઇમર્જન્સી સર્વિસે શનિવારે જણાવ્યું હતું કે ઝાપોર્ઝિયામાં રશિયાએ વિમાનો દ્વારા કરેલા બોમ્બ હુમલામાં ત્રણ બાળકો પણ સામેલ છે, અને ઓછામાં ઓછા ૧૮ લોકો ઘાયલ થયા છે. શનિવારના એ હુમલામાં કિવ ઉપર પણ મિસાઈલ્સ પડયા હતા. મેયર બિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યં હતું કે તેથી ૪ લોકો ઘાયલ થયા હતા. આ સંયોગોમાં ટ્રમ્પે કરેલું નવા પ્રમુખ ચૂંટવાનું સૂચન મહત્વનું બની રહે છે.