યુક્રેને 1,000 કિ.મી. અંદર ઘૂસી રશિયા પર હુમલો કર્યો રશિયાએ પ્રચંડ તોપમારો કર્યો : 456 ડ્રોન તોડી પાડયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રશિયા- યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયાની એન્ટ્રી ? ઉને ૫૦,૦૦૦ સૈનિકો રશિયા જવા માટે તૈનાત કર્યા
કીવ/ મોસ્કો : યુક્રેન, મધ્ય રશિયાના તાતારસ્તાન રાજ્યમાં ૧,૦૦૦ કી.મી. સુધી ઘૂસી જઈ જબરજસ્ત ડ્રોન હુમલો કર્યો હતો. રવિવારે કરેલા આ હુમલામાં ઓછામાં ઓછા ૧૨ માર્યા ગયા હતા. યુક્રેને તાતારસ્તાન સ્થિત નિઝનેકામસ્ક શહેર સુધી પહોંચી જઈ કરેલા ડ્રોન હુમલાથી રશિયાને બેવડો માર પડયો છે. એક તો તે શહેરના અસંખ્ય લોકો ઘાયલ થયા છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેનસ્કીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી પ્રમુખ પુતિનને મંત્રણાના મેજ ઉપર લાવવા માટે આ હુમલા કરવામા આવ્યા છે. આ નિઝનેકામસ્ક શહેરની વસ્તી તો માત્ર ૨,૪૦,૦૦૦ની જ છે પરંતુ ત્યાં ઑઇલ રિફાઇનરી તોડી ગયી છે તેથી અત્યારે ક્રૂડ ઓઇલ સાફ કરવાની રિફાઇનરી હતી તે તોડી પાડતા અત્યારે જ પેટ્રોલ- ડિઝલની ખેંચ ભોગવતું રશિયા હવે તેની વધુ ખેંચ ભોગવશે.
બીજી તરફ રશિયા પણ મુંગુ રહ્યું નથી. તેણે ઉત્તર પૂર્વની ખોર્કોવ પ્રાંત (રાજ્ય)માં પ્રચંડ તોપમારો શરૂ કરી દીધો છે. ૧૦ ઓગસ્ટે રશિયન સેનાએ કરેલા તોપમારામાં ચુગુઇવ જિલ્લાના બુગાઇબરા ગામ તે તદ્દન નાશ પામ્યું છે. તે ઉપરાંત રશિયન આર્મીનો દાવો છે કે તેના મિસાઇલ્સે યુક્રેનના ૪૫૬ ડ્રોન વિમાન તોડી પાડયા છે. બીજી તરફ રશિયાના પરમ મિત્ર દેશ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ-જોંગ-ઉને રશિયાની સહાયે મોકલવા ૫૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે.









