એપસ્ટિન કેસના કારણે બ્રિટનના રાજાએ પોતાના ભાઈને મહેલ છોડવા આપ્યા આદેશ, 'રાજકુમાર'ની પદવી છીનવી

Image: IANS |
Prince Andrew: બ્રિટનના કિંગ ચાર્લ્સે પોતાના નાના ભાઈ એન્ડ્ર્યૂ પાસેથી તેમની તમામ ઉપાધિ અને સન્માન પરત લેવાનો નિર્ણય કર્યો છે. એન્ડ્ર્યૂને ઘરેથી કાઢી મૂકવાનો પણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
બકિંઘમ પેલેસે ગુરૂવારે (30 ઓક્ટોબર) જણાવ્યું કે, સ્વર્ગસ્થ યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે એન્ડ્ર્યૂના સંબંધોના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. એન્ડ્ર્યૂને હવે રૉયલ લૉજ નામનું પોતાનું આવાસ છોડવા માટે નોટિસ આપવામાં આવી છે. તેથી તે હવે વૈકલ્પિક ખાનગી આવાસમાં જતા રહેશે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયરની જાહેરાત, તુર્કીયેનો મહત્ત્વપૂર્ણ રોલ
એન્ડ્ર્યૂ પર લાગ્યા આરોપ
ચાર્લ્સના નાના ભાઈ અને સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથના બીજા પુત્ર, 65 વર્ષીય એન્ડ્ર્યૂ પર તાજેતરના વર્ષોમાં તેમના વર્તન અને એપ્સ્ટીન સાથેના સંબંધોને કારણે દબાણ વધી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે ડ્યૂક ઑફ યૉર્કની પોતાની ઉપાધિનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી.
બકિંઘમ પેલેસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એન્ડ્ર્યૂને લંડનના પશ્ચિમમાં વિંડસર એસ્ટેટ સ્થિત પોતાના રૉયલ લૉજ હવેલી છોડી દેવાની સત્તાવાર સૂચના આપવામાં આવી છે અને તેઓ પૂર્વી ઇંગ્લેન્ડમાં સેન્ડ્રિંઘમ એસ્ટેટ પર વૈકલ્પિક ખાનગી આવાસમાં જતા રહેશે.
એન્ડ્ર્યૂએ નૌસેનામાં કર્યું હતું કામ
એન્ડ્ર્યૂ એક સમયે એક હિંમતવાન નૌકાદળ અધિકારી માનવામાં આવતા હતા અને 1980ના દાયકાની શરૂઆતમાં આર્જેન્ટિના સાથેના ફોકલેન્ડ યુદ્ધ દરમિયાન તેમણે લશ્કરમાં સેવા આપી હતી. પરંતુ 2011માં તેમને બ્રિટનના વેપાર રાજદૂત તરીકેની ભૂમિકા છોડી દેવાની ફરજ પડી હતી, પછી 2019 માં તેમણે તમામ શાહી ફરજો છોડી દીધી હતી અને પછી 2022માં જાતીય ગેરવર્તણૂકના આરોપો વચ્ચે તેમના લશ્કરી જોડાણો અને શાહી સમર્થન છીનવી લેવામાં આવ્યું હતું, જેનો તેમણે હંમેશા ઇનકાર કર્યો છે.
રાજવી પરિવાર વર્ષોથી યુવા પેઢીઓનું સમર્થન ગુમાવી રહ્યું છે
સર્વેક્ષણો દર્શાવે છે કે, રાજવી પરિવાર વર્ષોથી યુવા પેઢીઓનો ટેકો ગુમાવતું રહ્યું છે. ચાર્લ્સે 43 વર્ષીય વિલિયમના ટેકાથી રાજવી પરિવારનું રક્ષણ કરવાનું કામ કર્યું છે, જેને નિષ્ણાતો કોઈપણ રાજા માટે પ્રાથમિકતા માને છે.
આ પહેલાં પણ શાહી સભ્ય ત્યાગી ચુક્યા છે પોતાની ઉપાધિ
1963 માં, એડવર્ડ આઠમાએ રાજગાદી સંભાળ્યાના એક વર્ષ પછી જ રાજત્યાગ કર્યો જેથી તેઓ છૂટાછેડા લીધેલા અમેરિકન સમાજસેવી સાથે લગ્ન કરી શકે. તેમણે ડ્યૂક ઑફ વિન્ડસરનું બિરુદ જાળવી રાખ્યું, પરંતુ તેમને બ્રિટનમાંથી દેશનિકાલ કરી દેવાયા.

