પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયરની જાહેરાત, તુર્કીયેનો મહત્ત્વપૂર્ણ રોલ

Pakistan and Afghanistan Agree on Ceasefire : છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓ એક બીજાને યુદ્ધની ધમકી આપી રહ્યા હતા. શરૂઆતમાં સૈન્ય સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે તુર્કીયેમાં સમાધાન મુદ્દે એક બાદ એક બેઠકો યોજાઈ. જે બાદ આખે બંને દેશો સંઘર્ષવિરામ માટે રાજી થયા છે. નોંધનીય છે કે તાલિબાન દ્વારા જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. બંને દેશો વચ્ચે સમાધાન કરાવવા માટે તુર્કીયેએ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી.
તુર્કીયેના વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, કે દોહામાં યોજાયેલી બેઠક બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સમાધાન થયું છે. હવે આગામી 25થી 30 ઓક્ટોબર સુધી ફરી બેઠકો યોજાશે.
નોંધનીય છે કે કાબુલમાં બ્લાસ્ટ બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. તાલિબાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને સરહદ પર હુમલો કર્યો. જેમાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. જે બાદ પાકિસ્તાને સીઝફાયરની માંગ કરી હતી.

