તુર્કમેનિસ્તાનમાં 50 વર્ષથી અધિક સમય પહેલા ભીષણ આગ લાગી અને પછી તે આગ પર કાબૂ મેળવી શકાયુ નહોતુ. પણ હવે વાર્તા બદલવાની તૈયારી છે. 'ગેટવે ટૂ હેલ' (નર્ક નો દરવાજો)ના રૂપે જાણીતી આ જગ્યાનું નામ 'દરવાઝા ગેસ ક્રેટર' છે. જે એક વિશાળ કૂવો છે જે 1971માં ત્યારે સળગી ઉઠયુ હતું, જ્યારે સોવિયતવિજ્ઞાનીઓએ તેમા ડ્રીલ કરી ગેસ કાઢવાના પ્રયાસ કર્યા હતા. એ સમયે, તુર્કમેનિસ્તાન સોવિયત સંઘનો ભાગ હતો. વિજ્ઞાની આ ક્ષેત્રમાં અત્યધિક મીથેન સમસ્યાનું સમાધાન શોધી રહ્યા હતા. તેઓ કારાકુમ રણમાં અંદર ઊંડાઈ સુધી ગયા અને વિસ્તારમાં થતા મિથેન ગેસના લીકેજનો અભ્યાસ કરવા માટે એક વિશાળ ખાડો ખોદ્યો. પણ તેમણે ભૂલથી ભૂગર્ભ ગેસના ક્ષેત્રમાં ખોદકામ કર્યું.
તેમણે લાગ્યું કે મીથેન ગેસના લીકેજની સમસ્યાનું સમાધાન લાવવા સૌથી ઝડપી રીત તેનો બાળવાનો છે. પછીવિજ્ઞાનીઓએ તેને બાળવાનો નિર્ણય લીધો પણ તે પછી જે થયું તે ઇતિહાસની સૌથી લાંબા સમય સુધી લાગનારી માનવનિર્મિત આગ બની છે. ભલે આ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનીને તુર્કમેનિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપ્યું હોય, પરંતુ 'ગેટવે ટુ હેલ' એ ગંભીર પર્યાવરણીય નુકસાન પણ પહોંચાડ્યું છે.
મીથેનની સમસ્યા તો દૂર રહી ગઇ, આ આગ અત્યાર સુધીમાં વિશાળ માત્રામાં મિથેન ગેસ છોડતી રહી છે. આ ગેસ એવો ગેસ છે જે જળવાયુ પરિવર્તનમાં મોટું યોગદાન આપે છે. તુર્કમેનિસ્તાનની વર્તમાન સરકારે ભીષણ આગ પર કાબૂ મેળવવા શક્ય તેટલા પ્રયાસ કરવાનો સંકલ્પ લીધો હતો. આ અઠવાડિયે અચાનક સરકારે જાહેરાત કરી કે 'અડધી સદીથી વધુ સમયથી સળગતી આવેલી વિશાળ ગેસ ક્ષેત્રની આગને મોટાપાયે ઓછી કરવામાં સફળ રહ્યા છે'
આ પણ વાંચો: ભારતને ઘેરવા નીકળેલા પાકિસ્તાનની ફજેતી, અમેરિકાએ કહ્યું- પહેલા આતંકવાદી વિરુદ્ધ એક્શન લો


