Get The App

દૂધ અને દવા સાથે ગાઝા માટે રવાના થઈ ગ્રેટા થનબર્ગ, ઈઝરાયલે ધરપકડની ધમકી આપતા અમેરિકા પાસે માંગી મદદ

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
દૂધ અને દવા સાથે ગાઝા માટે રવાના થઈ ગ્રેટા થનબર્ગ, ઈઝરાયલે ધરપકડની ધમકી આપતા અમેરિકા પાસે માંગી મદદ 1 - image


Greta Thunberg Sailing To Gaza: ઈઝરાયલે છેલ્લા 3 મહિનાથી ગાઝાને કોઈપણ માનવતાવાદી સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન ગાઝાના લોકો માટે રાહત સામગ્રી લઈને જતી સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ આજે ગાઝા પહોંચી શકે છે. તે 'મેડલીન' નામના જહાજમાં છે, જેમાં તેની સાથે 11 વધુ લોકો છે. ત્યારે ઈઝરાયલી સરકારે કહ્યું છે કે, 'મેડલીન જહાજને ગાઝામાં પ્રવેશવા દેશે નહીં અને જહાજ હાજર લોકોની ધરપકડ પણ કરી શકશે.' આ ધમકી બાદ જહાજ પર હાજર લોકોએ અમેરિકા અને બ્રિટન પાસે મદદ માંગી છે.

મેડલીન જહાજ પહેલી જૂને ઈટાલીના સિસિલી બંદરથી નીકળ્યું હતું

સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ગાઝાના લોકોની મદદ કરવા માટે જઈ રહી છે. આ જહાજનું નામ મેડલીન છે, જે માનવાધિકાર સંગઠન ફ્રીડમ ફ્લોટિલા કોએલિશન (FFC) સાથે સંકળાયેલું છે. આ જહાજનું નામ મેડલીન ગાઝાની પ્રથમ અને એકમાત્ર ફિશરવુમનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ જહાજ પહેલી જૂને ઈટાલીના સિસિલી બંદરથી નીકળ્યું હતું અને જો ઈઝરાયલી નૌકાદળ કોઈ અવરોધ ઊભો ન કરે તો તે 2000 કિલોમીટરનું અંતર કાપીને આજે (સાતમી જૂન) સુધીમાં ગાઝા પહોંચી શકે છે. નોંધનીય છે કે, ગ્રેટા થનબર્ગ ગાઝાના લોકો માટે દવા, અનાજ, બાળકો માટે દૂધ, ડાયપર અને શુદ્ધ પાણી લઈ રહી છે.

ઈઝરાયલ જહાજ પર હુમલો કરી શકે છે

ઈઝરાયલની ધમકી બાદ પેલેસ્ટિનિયન મૂળની અમેરિકન નેતા રશીદા તાલિબે ટ્રમ્પ વહીવટીતંત્રને પત્ર લખીને અમેરિકાના વિદેશ મંત્રાયલને મેડેલીન જહાજને સુરક્ષિત માર્ગ પૂરો પાડવાની માંગ કરી હતી. રશીદા તાલિબે પત્રમાં લખ્યું કે, 'ઈઝરાયલ મેડેલીન જહાજ પર હુમલો કરી શકે છે અથવા તેને રોકી શકે છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન હશે.' તેણે આ ઉપરાંત ઇઝરાયલી સરકારને ગાઝા પરની નાકાબંધી હટાવવા અને પેલેસ્ટિનિયનોની ભૂખમરો સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ફ્રીડમ ફ્લોટિલા ઓર્ગેનાઇઝેશન (FFC)એ પણ બ્રિટન પાસેથી સુરક્ષાની માંગણી કરી છે. આ યાત્રા FFC નામની એ જ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે, જેણે અગાઉ પણ ગાઝાને મદદ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: ટ્રમ્પ સાથે વિવાદ બાદ રશિયાએ ઈલોન મસ્કને આપી 'બમ્પર ઓફર', કહ્યું- જરૂર પડી તો શરણ આપીશું

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007થી ગાઝા પર ઈઝરાયલી નૌકાદળની નાકાબંધી છે, જે માલસામાન અને લોકોની અવરજવર પર પ્રતિબંધિત છે. ફ્રીડમ ફ્લોટિલા કોએલિશને પ્રતીકાત્મક રીતે આ નાકાબંધીને તોડવાનો પ્રયાસ છે, જેને ઈઝરાયલ ગેરકાયદે અને ઉશ્કેરણીજનક માને છે.

દૂધ અને દવા સાથે ગાઝા માટે રવાના થઈ ગ્રેટા થનબર્ગ, ઈઝરાયલે ધરપકડની ધમકી આપતા અમેરિકા પાસે માંગી મદદ 2 - image

Tags :