ટ્રમ્પનો નવો ટેરિફ પ્લાન : 16 દેશો પર ટેરિફ વધારાશે : ભારત પર માઠી અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દુનિયાના સૌથી મોટા બજાર અમેરિકાએ ટેરિફ વધારવા નિર્ણય કર્યો છે તેથી માત્ર કંપનીઓને જ નહીં જનસામાન્યને પણ ઘેરી અસર પહોંચશે
વોશિંગ્ટન (ડીસી) : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના ૧૬ દેશો ઉપર 'ટેરિફ' વધારવા નિર્ણય કર્યો છે. દુનિયાનાં સૌથી મોટા બજાર અમેરિકામાં ટેરિફ વધારવાની વાત ચાલે છે ત્યારે તેની સૌથી વધુ અસર માત્ર મોટી કંપનીઓ ઉપર જ નહીં પરંતુ સામાન્ય માનવી ઉપર પણ થયા વિના ન રહે.
જે ૧૬ દેશો ઉપર ટેરિફ વધારવાની જાહેરાત કરવામાં આવી છે તે દેશોની યાદીમાં ભારત પણ સામેલ છે.
ધી વોલ સ્ટ્રીસ જર્નલના રીપોર્ટ પ્રમાણે અમેરિકાના ટ્રેડ રેપ્રિઝેન્સ્ટીવસ જેની સન ગ્રીક આ સપ્તાહે પોતાની તપાસનો રીપોર્ટ રજૂ કરશે. તેથી તારીખોમાં ફેરફાર થવાની શક્યતા છે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અમેરિકા માને છે કે કેટલાએ દેશો પોતાની કંપનીઓ કે પોતાના દેશના ઉદ્યોગોને આર્થિક સહાય કે સબસીડી કે અન્ય સરકારી કંપનીઓના ટેકાથી મદદ કરે છે. તેથી તેમનાં ઉત્પાદનો સસ્તાં પડે છે, પરિણામે અમેરિકન કંપનીઓને ફટકો પડે છે. નુકસાન થાય છે. દુનિયાનાં ૧૬ દેશો એવા છે કે, જેઓ ઉપર ટેરિફ વધુ લગાડવો અનિવાર્ય છે.
આનું પરિણામ સહજ છે કે તે દેશોની 'એક્સપોર્ટ પ્રોડકટસ'ને તેની સીધી અસર થાય જ ટ્રમ્પે જે ૧૬ દેશો ઉપર ટેરિફ વધારવા નિર્ણય કર્યો છે તે ૧૬ દેશોમાં ભારત આવૃત્ત છે, ઉપરાંત જાપાન, દ.કોરિયા, તથા યુરોપીયન યુનિયનના દેશોના અર્થતંત્રો ઉપર પણ દબાણ વધવાની પૂરી શક્યતા છે. જોકે સ્ટીલ, એલ્યુમિનિયમ પ્રોડક્ટસ અને ઓટોમોઇલ્સ ઉપર તો પહેલેથી જ ભારે ટેરિફ છે.
જોવાનું તે રહે છે કે ટ્રમ્પની 'ટેરિફ ચુંગલ' તે દેશોને કેટલી અસર કરશે. તેથી માત્ર કંપનીઓ કે ઉદ્યોગોને જ નહીં પરંતુ જનસામાન્યને પણ તેની અસર થશે કારણ કે, ઉદ્યોગો વિકસવામાં સમય જશે તેથી રોજગારી ઘટશે.
ભારત અમેરિકન ટ્રેડ ડીલ આથી તો અટક્યું છે.
વાસ્તવમાં ફેબુ્રઆરી ૨૦૨૬માં એક અંતરિમ ફ્રેમવર્ક બનાવવા બંને દેશો સહમત થયા હતા. જેમાં ભારતીય સામાન ઉપર 'રેસિપ્રોકલ' ટેરિફ ઘટાડવા અને 'સેકન્ડરી-ટેરિફ' દૂર કરવા જેવી બાબતો સામેલ હતી. બીજી તરફ અમેરિકાની સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં અમેરિકાની જૂની ટેરિફ વ્યવસ્થા પલટાવી દીધી અને વોશિંગ્ટનને નવું માળખું રચવા આદેશ આપ્યો.
ભારતના વાણિજય સચિવ રાજેશ અગ્રવાલે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે જ્યાં સુધી અમેરિકાનું નવું 'ટેરિફ સ્ટ્રકચર' સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિધિવત્ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવા સરળ નહીં બને.
જોકે અત્યારે અંતિમ ટેરિફ દર અંગે કોઈ નિશ્ચિત એલાન થયું નથી. સૌની નજર અમેરિકાની સત્તાવાર જાહેરાત ઉપર છે, અને તે પછી ભારત અમેરિકા વ્યાપાર મંત્રણા કેટલી આગળ વધે છે તે ઉપર સૌની નજર છે. જો ટેરિફ વધે તો ભારતીય એક્સપોર્ટર્સને નવા પડકારોનો સામનો કરવો પડે તેમ છે. તેથી ભારતે ખૂબ વિચારીને નીતિ ઘડવી પડે તેમ છે, સંતુલિત પગલાં ભરવા પડે તેમ છે.




