ટ્રમ્પ, શી, પુતિન 'ન્યુકિલયર રિસ્ક' ઘટાડવા સહમત થયા પરંતુ યુક્રેન કે ઇરાન યુધ્ધનો ઉકેલ શોધી શક્યા નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ન્યુકિલયર આર્મ્સ કંટ્રોલ અંગે કશી ચર્ચા જ ન થઈ
- સર્વપ્રથમ ત્રિપક્ષીય મંત્રણામાં ઊર્જા પુરવઠા, યુક્રેન સુધારણા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો આદર રાખવા માટે સંમત થયા પરંતુ મુખ્ય પ્રશ્નો પ્રત્યે બેધ્યાન જ રહ્યા
નવી દિલ્હી : દુનિયાના ત્રણ સુપર પાવર્સના નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે ચાયનાના શેનઝેન સ્થિત કીવીન-વિલામાં ગુરૂવારે મળેલી બેઠકમાં ત્રણે નેતાઓએ 'ન્યુકિલયર રિસ્ક' ઘટાડવા અને સંયુક્ત રાષ્ટ્રોમાં સુધારા કરવા સહમતિ સાધી હતી. પરંતુ યુક્રેન યુધ્ધ કે ઇરાન યુધ્ધનો ઉકેલ શોધવામાં નિષ્ફળ ગયા. વાસ્તવમાં તે પ્રશ્નો ચર્ચવામાં જ આવ્યા નહીં.
આ તો બીજી તરફ શી જિનપીંગે પહેલેથી જ જાહેર કરી દીધું હતું કે તાઇવાન પ્રશ્ન અમારો આંતરિક પ્રશ્ન છે. તેથી તે વિષે કોઈ ચર્ચાને સ્થાન નથી. આશ્ચર્ય તે છે કે ૧લી ઓકટોબર ૧૯૪૯માં માઓ-ત્સે તુંગે ચીનની તળભૂમિનો કબજો લીધો ત્યારે તાઈવાન દ્વિપ ચીનમાં ભેળવી શક્યા નહીં. ત્યારથી અમેરિકા તેને નૌકાદળ દ્વારા રક્ષણ આપી રહ્યું હતું. પરંતુ ટ્રમ્પે એકાએક વલણ બદલી તાઈવાનનાં રક્ષણની જવાબદારીમાંથી છૂટા થઈ ગયા છે. એવું લાગે છે કે ચીન સાથે સંબંધો સારા રાખવા તે ટ્રમ્પની સૌથી મહત્વની પ્રાથમિકતા છે.
વાસ્તવમાં એશિયા પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન (એપેક)ની મીટીંગની સાઇડ લાઇન પર યોજાયેલી આ ત્રણે દેશોના વડાઓની બેઠકમાં ન્યુકિલયર આર્મ્સ કંટ્રોલ અંગે તો કશી જ ચર્ચા થઈ ન હતી. માત્ર ન્યુકિલયર રિસ્ક ઘટાડવા એટલે કે પરમાણુ હુમલા ન કરવા અંગે ત્રણે નેતાઓએ તેમની મીટીંગ પછી પ્રસિદ્ધ કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. પ્રશ્ન તે છે કે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન કે વિકાસ પર પ્રતિબંધ મુકવાની બાબતનો ઉલ્લેખ શા માટે કરાયો નથી ?
તેઓના આ ફોર-પોઇન્ટ ડેકલેરેશનમાં વ્યૂહાત્મક સ્થિરતા, ઊર્જા પુરવઠા, યુએન સુધારણા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં સત્તા ક્ષેત્રનો આદર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. પરંતુ પરમાણુ શસ્ત્રોના વધી રહેલા જથ્થાને ઘટાડવા તેમજ અત્યારે ચાલી રહેલા રશિયા-યુક્રેન યુધ્ધ કે અમેરિકા-ઇઝરાયલ- ઇરાન યુધ્ધ બંધ કરવા વિષે કશો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ પરમાણુ શસ્ત્રોનો પ્રસાર રોકવા સંબંધે પણ તે ચાર-મુદ્દાના જાહેરનામામાં ગણતરીપૂર્વક તે બાબતોનો ઉલ્લેખ નહીં કરાયો હોય તેમ નિરીક્ષકોનું સ્પષ્ટ કહેવું છે.
આ 'ફોર પોઇન્ટ ડેકલેરેશન' સૌથી મહત્વની વાત ન્યૂકિલયર સિકયુરીટીની છે. તે પરમાણુ સલામતી વિષે તે જાહેરનામામાં જણાવાયું છે કે, 'પરમાણુ યુધ્ધ થવું જ ન જોઈએ કારણ કે તેમાં ખરા અર્થમાં કોઇ વિજેતા રહેતો જ નથી.
આ ફેબુ્રઆરીમાં અમેરિકા-રશિયા વચ્ચે પરમાણુ શસ્ત્ર મર્યાદિત રાખવા અંગે થયેલી સંધિ-સ્ટ્રેટેજિક આર્મ્સ રીડકશન ટ્રીટી (સ્ટાર્ટ) રી-ન્યુ કરવામાં આવી. તે સમયે તેમાં જોડાવા માટે ચીનને કહેવામાં આવ્યું હતું પરંતુ ચીને તે આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.




