World

અમેરિકામાં ફેડરલ કોર્ટે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓપીટી બહાલ કરતા ટ્રમ્પને ઝટકો

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકન કોર્ટે ટ્રમ્પ તંત્રને વધુ એક ઝાટકો આપ્યો છે. ફેડરલ કોર્ટે વિદેશી વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ અને પ્રેક્ટિકલ તાલીમની તકો મર્યાદિત કરતી નીતિ પર પ્રતિબંધ મૂક્યો છે. બોસ્ટનના જજ જુલિયા કોબિકે આ આદેશ આપતા ભારતીય સહિત હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. આ નિર્ણયથી 2024માં લગભગ 1.40 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ફેડરલ કોર્ટે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓપીટી બહાલ કરતા ટ્રમ્પને ઝટકો
  • ટ્રમ્પના તંત્રનો વધુ એક આદેશ અમેરિકન કોર્ટે ફગાવ્યો
  • ફેડરલ કોર્ટના નિર્ણયના પગલે ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓને ફાયદો થશે તેવી ઘણી સંભાવના
  • ટ્રમ્પ તંત્રના આદેશના પગલે સીપીટી માટે ક્વોલિફાઇડ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરી દેવાઈ હતી

વોશિંગ્ટન : અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પ તંત્રને વધુ એક ઝાટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પ તંત્રની તે નીતિ પર પ્રતિબંધ લગાવ્યો છે જેમાં સ્ટુડન્ટ વિઝા હેઠળ ભણી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ અને પ્રેક્ટિકલ તાલીમની તકો મર્યાદિત કરવામાં આવી હતી. આ ચુકાદાથી અમેરિકન યુનિવર્સિટીઓ અને ભારતીયો સહિત હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. બોસ્ટનની અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ જુલિયા કોબિકે આ પ્રકારનો આદેશ જારી કર્યો. તેના હેઠળ હોમલેન્ડ વિભાગ ઓગસ્ટ સુધી બે નવા નિયમો અમલી નહીં કરી શકે.
હાયર એજ્યુકેશન એસોસિયેશનોનું કહેવું હતું કે નવા નિર્દેશોના લીધે સમગ્ર દેશમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓના તાલીમ કાર્યક્રમમાં અવરોધ સર્જાયો હતો. અમેરિકામાં ૨૦૨૪માં લગભગ ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓ સીપીટીમાં ભાગ લીધો હતો.
સીપીટી એટલે કે કરિક્યુલર પ્રેક્ટિસ એક એવી વ્યવસ્થા છે જેના હેઠળ એફ-૧ વિઝાવાળા વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમ દરમિયાન પોતાના કોર્સ સાથે જોડાયેલી ઇન્ટર્નશિપ કરી શકે છે. ઓગસ્ટમાં હોમલેન્ડ વિભાગે યુનિવર્સિટીઓને સંદેશ મોકલીને જણાવ્યું હતું કે ફકત તે જ ઇન્ટર્નશિપ માન્ય હશે, જે ડિગ્રી પ્રોગ્રામમાં દરેક વિદ્યાર્થી માટે અનિવાર્ય હશે.
તેમા વૈકલ્પિક તાલીમ કામમાં આવતી નથી. પહેલા વિદ્યાર્થી કામના બદલામાં કોર્સ ક્રેડિટ મળવા પર સીપીટીને લાયક બનતા હતા. નવા આદેશો પછી હાર્વર્ડ સહિત અનેક યુનિવર્સિટીઓમાં સીપીટીના મંજૂરી પર પ્રતિબંધ હતો.
આ વિવાદ એસઇપી દ્વારા ૧૨ અને ૨૪ ઓગસ્ટના રોજ પ્રસારિત સંદેશા પછી સર્જાયો. તેમા સીપીટી માટે ક્વોલિફાઇડની સંખ્યા મર્યાદિત કરી દેવાઈ હતી.
નવી વ્યાખ્યા મુજબ આ વ્યવહારિક તાલીમ ત્યારે માન્ય થશે જ્યારે કોઈ ખાસ ડિગ્રી કાર્યક્રમમાં અભ્યાસ કરતા બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હોય.તેમા ઐચ્છિક ઇન્ટર્નશિપ અને એકેડેમિક ક્રેડિટ માટેની તાલીમનો સમાવેશ કરવામાં આવતો નથી. પછી ભલેને તે અભ્યાસક્રમ વિદ્યાર્થીના ભણવાનો હિસ્સો હોય.