મિડલ ઈસ્ટમાં ફરી કંઈક મોટું થવાનું છે? ઈરાન પર ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Posts Iran Map with US Flag : શું મિડલ ઈસ્ટમાં કોઈ મોટી અને ભયાનક સૈન્ય કાર્યવાહી થવા જઈ રહી છે? શું અમેરિકા ટૂંક સમયમાં જ ઈરાન પર કોઈ મોટો હુમલો કરવાનું છે? આ એવા સવાલો છે જેણે હાલમાં સમગ્ર વિશ્વના દેશોને ચિંતામાં મૂકી દીધા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર ઈરાનના નકશાવાળી એક એવી તસવીર પોસ્ટ કરી છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચિંતા ઊભી કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર એક ફોટો શેર કર્યો છે, જેમાં ઈરાનનો નકશો દેખાઈ રહ્યો છે અને તેની ઉપર અમેરિકાનો રાષ્ટ્રધ્વજ લાગેલો છે. આ તસવીર પર મોટા અક્ષરે લખેલું છે: 'United States of Middle East'

કંઈપણ લખ્યા વગર જ ઈરાન પર મનોવૈજ્ઞાનિક દબાણ
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ભારે તણાવ ચાલી રહ્યો છે. ગરમ માહોલમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના નકશા પર અમેરિકન ઝંડો બતાવવો એ માત્ર એક સામાન્ય સોશિયલ મીડિયા પોસ્ટ નથી. રાજકીય વિશ્લેષકોના મતે, ટ્રમ્પની આ એક ચાલ છે જેના દ્વારા તેઓ ઈરાનને અમેરિકાની તાકાતનો અહેસાસ કરાવી રહ્યા છે અને તેના પર ભારે માનસિક દબાણ બનાવી રહ્યા છે જેથી ઈરાન ડરીને અમેરિકાની શરતો સ્વીકારી લે.
ઈરાન પર ફરીથી સૈન્ય હુમલાની તૈયારી?
અમેરિકન આઉટલેટ 'Axios' ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ નવા સૈન્ય હુમલા શરૂ કરવાના વિકલ્પ પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અહેવાલ મુજબ, જો વાટાઘાટો કોઈ શાંતિ સમજૂતી સુધી નહીં પહોંચે, તો અમેરિકા કોઈપણ ક્ષણે ઈરાન પર ભયાનક સૈન્ય એરસ્ટ્રાઈક કે હુમલા કરી શકે છે.
ઈરાન અને પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની તાબડતોબ મુલાકાત
મિડલ ઈસ્ટમાં વધી રહેલા આ ભયાનક તણાવ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અચાનક ઈરાનના પ્રવાસે પહોંચી ગયા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તેહરાનમાં તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશકિયાન, વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અને મોહમ્મદ બાઘેર ગાલિબાફ સાથે અલગ-અલગ હાઈ-લેવલ બેઠકો કરી છે.









