ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવવામાં કોણ સફળ રહ્યું? ટ્રમ્પનું નવું નિવેદન બન્યું ચર્ચાનો વિષય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Tariff : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, વેપાર અને ટેરિફનો ઉપયોગ કરીને તેમણે માત્ર ભારત-પાક જ નહીં, પરંતુ અન્ય સાત દેશો વચ્ચેના સંભવિત યુદ્ધોને પણ અટકાવ્યા છે.
ટ્રમ્પનો ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવાનો દાવો
ટ્રમ્પે (US President Donald Trump) કહ્યું કે, તેમણે અનેક યુદ્ધો થતા અટકાવ્યા છે, જેમાં ભારત અને પાકિસ્તાન (India-Pakistan Controversy) વચ્ચેનું સંભવિત યુદ્ધ પણ સામેલ હતું. આ યુદ્ધ ભયાનક બનવાનું હતું એટલે કે પરમાણુ યુદ્ધ બની શક્યું હોત. ટ્રમ્પના દાવા મુજબ, આ દરમિયાન સાત ફાઈટર જેટ તોડી પડાયા હતા અને સ્થિતિ અત્યંત ગંભીર બની રહી હતી.
મેં વેપાર-ટેરિફની શક્તિનો ઉપયોગ કરીને યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે, તેમણે વેપાર અને ટેરિફની શક્તિનો ઉપયોગ કરીને આ યુદ્ધ અટકાવ્યું હતું. તેમણે બંને દેશોને સીધી ચેતવણી આપી કે, ‘જો તમે લડતા રહેશો તો અમે તમારી સાથે કોઈ વેપાર કે કંઈ કરીશું નહીં, તમારી પાસે 24 કલાકનો સમય છે.’ ટ્રમ્પે જણાવ્યું કે તેમની આ ચેતવણી બાદ બંને દેશોએ લડાઈ બંધ કરી દીધી હતી. તેમણે આ જ પ્રકારની રણનીતિ અન્ય દેશો પર પણ લાગુ કરી હોવાનો દાવો કર્યો હતો.
સાત દેશોના યુદ્ધ અટકાવવાનો દાવો
ટ્રમ્પે દાવો કર્યો કે, તેમણે સાત દેશો વચ્ચેના સંઘર્ષોને અટકાવ્યા છે. તેમાંથી ચાર યુદ્ધો તો માત્ર ટેરિફ અને વેપારની નીતિથી અટકાવવામાં આવ્યા છે. તેમણે તમામ દેશોને સ્પષ્ટ કહ્યું હતું કે, જો તેઓ લડાઈ કરશે, તો અમેરિકા તેમની પર 100 ટકા ટેરિફ લગાવશે. આર્થિક દબાણના કારણે આ દેશોએ લડાઈ છોડી દીધી અને આ રીતે અમેરિકાને ટેરિફના રૂપમાં અબજો ડોલરની આવક પણ થઈ રહી છે.
ટેરિફનો ઉપયોગ કરીને દબાણ લાવવાનો પ્રયાસ
ટ્રમ્પનું આ નિવેદન દર્શાવે છે કે, તેઓ વેપારને રાજનીતિના એક શક્તિશાળી હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ, તેઓ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વેપાર અને ટેરિફનો ઉપયોગ કરીને અન્ય દેશો પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઈલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો, સરકારે જાહેર કર્યા આંકડા









