‘તુ પાગલ થઈ ગયો છે...’ બૈરુત પર હુમલાનો આદેશ આપતા ટ્રમ્પે નેતન્યાહૂને અપશબ્દો કહ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Netanyahu call: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો ચાલી રહી છે. એવામાં ઈઝરાયલ સતત લેબેનોનમાં હુમલા કરી રહ્યું છે અને ઈઝરાયલની સેના લેબેનોનમાં ઘૂસી રહી છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન પર બરાબરના ભડક્યા છે. અહેવાલ અનુસાર ટ્રમ્પે નેતન્યાહૂને ટેલિફોન કરીને બરાબરના ધમકાવ્યા છે.
તું પાગલ થઈ ગયો છે: ટ્રમ્પ
એક અહેવાલ મુજબ, ટ્રમ્પે નેતન્યાહૂને "પાગલ" કહ્યા હતા અને તેમની ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, તું પાગલ થઈ ગયો છે! જો હું ન હોત તો તું અત્યારે જેલમાં હોત. હું તને બચાવી રહ્યો છું. અત્યારે સૌ કોઈ તને ધિક્કારે છે અને ઈઝરાયલને નફરત કરી રહ્યું છે.
ઈઝરાયલના હુમલાના કારણે નારાજ હતું ઈરાન
નોંધનીય છે કે ગઇકાલે જ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ લેબેનોનના બેરૂતમાં ભીષણ હુમલાના આદેશ આપ્યા હતા. ઈઝરાયલનો દાવો છે કે હિઝબુલ્લાહ દ્વારા વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ ઈરાને અમેરિકા સાથેની વાટાઘાટો અટકાવી દીધી હતી. ઈરાની અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે લેબેનોનમાં યુદ્ધવિરામ એ અમેરિકા સાથેના કોઈપણ મોટા કરારનો અનિવાર્ય હિસ્સો છે.
હવે બેરૂત પર હુમલો નહીં કરે ઈઝરાયલ!
ટ્રમ્પના કડક વલણની તાત્કાલિક અસર જોવા મળી હતી. એક ઈઝરાયલ અધિકારીના જણાવ્યા મુજબ, ઈઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલો કરવાનું આયોજન મોકૂફ રાખ્યું છે. ટ્રમ્પે પણ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બેરૂતમાં કોઈ સૈન્ય હુમલા થશે નહીં.
જોકે, નેતન્યાહૂનું વલણ અલગ હતું. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે જો હિઝબુલ્લાહ ઈઝરાયલ પર હુમલા કરવાનું બંધ નહીં કરે, તો બેરૂત પર હુમલા કરવાનો વિકલ્પ ખુલ્લો છે.









