World

ગ્રીનલેન્ડ અંગે નવી પોસ્ટ કરી ટ્રમ્પ થયા ટ્રોલ, પેંગ્વિન મીમ ટ્રેન્ડમાં કૂદી પડવું ભારે પડ્યું

By GS TEAM
24 Jan 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લાવવા માટે ઉત્સુક છે અને તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વનું ગણાવે છે. આ વિષયને લઈને વ્હાઇટ હાઉસ દ્વારા શનિવારે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પ એક પેંગ્વિન સાથે ગ્રીનલેન્ડ તરફ આગળ વધતા દેખાય છે અને સાથે 'એમ્બ્રેસ ધ પેંગ્વિન'(પેંગ્વિનને અપનાવો) એવું કેપ્શન પણ લખ્યું હતું. જોકે, ગ્રીનલેન્ડમાં પેંગ્વિનનું અસ્તિત્વ જ ન હોવાથી, વ્હાઇટ હાઉસની આ પોસ્ટ ગણતરીની મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર ભારે મજાકનું કારણ બની ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રીનલેન્ડ અંગે નવી પોસ્ટ કરી ટ્રમ્પ થયા ટ્રોલ, પેંગ્વિન મીમ ટ્રેન્ડમાં કૂદી પડવું ભારે પડ્યું

Trump joins Penguin meme trend: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લાવવા માટે ઉત્સુક છે અને તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વનું ગણાવે છે. આ વિષયને લઈને વ્હાઇટ હાઉસ દ્વારા શનિવારે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પ એક પેંગ્વિન સાથે ગ્રીનલેન્ડ તરફ આગળ વધતા દેખાય છે અને સાથે 'એમ્બ્રેસ ધ પેંગ્વિન'(પેંગ્વિનને અપનાવો) એવું કેપ્શન પણ લખ્યું હતું. જોકે, ગ્રીનલેન્ડમાં પેંગ્વિનનું અસ્તિત્વ જ ન હોવાથી, વ્હાઇટ હાઉસની આ પોસ્ટ ગણતરીની મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર ભારે મજાકનું કારણ બની ગઈ હતી.

ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વચ્ચેની સમજમાં વ્હાઇટ હાઉસે થાપ ખાધી 

વ્હાઇટ હાઉસે કરેલી આ ભૂલને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સે તુરંત પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે પેંગ્વિન કુદરતી રીતે માત્ર દક્ષિણ ગોળાર્ધમાં, ખાસ કરીને એન્ટાર્કટિકામાં જ વસે છે, જ્યારે ગ્રીનલેન્ડ તો ઉત્તર ગોળાર્ધમાં સ્થિત છે. ભૂગોળની આ પાયાની જાણકારીના અભાવે ઇન્ટરનેટ પર ટીકાઓ શરૂ થઈ ગઈ છે. સામાન્ય લોકોથી લઈને બ્રિટનના કેબિનેટ ઓફિસ જેવા સત્તાવાર એકાઉન્ટ્સે પણ કટાક્ષ કરતા કહ્યું કે, ગ્રીનલેન્ડમાં પેંગ્વિન જોવા મળવા એ તદ્દન અવાસ્તવિક બાબત છે.

હું છે આ પેંગ્વિન મીમ ટ્રેન્ડ?

આ ટ્રેન્ડના મૂળમાં વર્ષ 2007ની ડોક્યુમેન્ટ્રી 'એનકાઉન્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ'(Encounters at the End of the World) છે. તેમાં એક ભાવુક દ્રશ્ય છે જ્યાં એક પેંગ્વિન પોતાની કોલોની છોડીને એન્ટાર્કટિકાના વિશાળ બરફના મેદાનોમાં એકલું ચાલવા લાગે છે. આ દ્રશ્યમાં પેંગ્વિનની એકલતા અને તેની અજીબ સફરને કારણે તે મીમ્સ અને વીડિયો માટે લોકપ્રિય બન્યું છે.

આ પણ વાંચો: અમેરિકા પર ઇતિહાસનું સૌથી મોટું સંકટ, 8000થી વધારે ફ્લાઈટ્સ કેન્સલ

સોશિયલ મીડિયા પર લોકો આ ભટકેલા પેંગ્વિનના વીડિયોનો ઉપયોગ પોતાની એવી પરિસ્થિતિઓ દર્શાવવા માટે કરે છે જેમાં તેઓ મૂંઝવણમાં હોય અથવા ભીડથી અલગ કંઈક કરી રહ્યા હોય. એવામાં ટ્રમ્પના ગ્રીનલેન્ડ ખરીદવાના દબાણ વચ્ચે વ્હાઇટ હાઉસની આ ભૂલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે.