'મજબૂત માણસ' બાજુમાં જ ઉભેલા મોદીની ટ્રમ્પે 'ક્વૉડ' સંમેલનમાં ભરપૂર પ્રશંસા કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મોદીએ કહ્યું આજની મીટીંગથી 'ક્વૉડ' વધુ મજબૂત બની રહેશે : આ મીટીંગમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, ભારતના વડાપ્રધાનો તથા ટ્રમ્પ હાજર હતા
મનીલા : અહીં યોજાઈ રહેલી અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતની સરકારોના વડાઓની બનેલી 'ક્વૉડ' પરિષદમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું હતું કે, 'આ એક મજબૂત માણસ છે.' તે પછી તેઓએ જાપાનનાં વડાપ્રધાન, સાને તાકાઇચી તરફ ફરીને કહ્યું કે, કદાચ તેઓ હજી પણ મજબૂત થઈ શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે ટાકા ઇચી, તાઇવાનની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનાં સૌથી મોટા સમર્થક છે.
આ મીટીંગ અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'આજની મીટીંગથી ક્વૉડ વધુ મજબૂત બનશે. આ મુલાકાત હવેના પાયાને મજબૂત કરશે.
આ બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનનાં વડા સાને તાકાઇચી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા છે.
ક્વૉડનું સંગઠન ૨૦૦૭માં કરવામાં આવ્યું હતું. ચીન તેથી નારાજ થશે તેવી આશંકાને લીધે તેની કાર્યવાહી મંદ બની.
ટ્રમ્પે ચીનની હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વધતી ચીનની ગતિવિધિઓને અનુલક્ષી 'ક્વૉડ'ની ગતિવિધિ મજબૂત બનાવી. ચીનનો વધી રહેલો આર્થિક પ્રભાવ, તેની વધતી રહેલી સૈન્ય શક્તિ સાથે વધી રહેલી કૂટ-નીતિક ગતિવિધિને લીધે ટ્રમ્પે ક્વૉડને વધુ સક્રિય કરવા નિર્ણય લીધો.
ટ્રમ્પ ફરી વખત ૨૦૨૫માં પ્રમુખ પદે ચૂંટાયા પછી ક્વૉડ દેશોના વિદેશ મંત્રીઓની પાંચ બેઠક થઇ ચૂકી છે. ગત માસે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સંકેત આપ્યો જ હતો કે, મનીલામાં મળનારી 'આસીયન' શિખર પરિષદ પછી ક્વૉડ દેશોની પરિષદ મળી શકે તે સંભવિત છે.
૧૧ દેશોનાં બનેલાં આસીયન જૂથ - 'એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ'નું આ વર્ષે ફીલિપાઇન્સ અધ્યક્ષ પદે છે. તે કારણસર તે આ પરિષદનું યજમાન બન્યું છે.




