World

ટ્રમ્પ સરકાર અંદરથી તૂટી ગઈ છે : સીઝફાયર ડીલ તોડવામાં ઈઝરાયેલ વ્યસ્ત છે : ઈરાન

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ ઘાલીબાફે ટ્રમ્પ ટીમ સાથેની ડીલને અમેરિકા-ઈઝરાયેલની મોટી હાર ગણાવી. તેમણે દાવો કર્યો કે, ઈઝરાયેલે લેબેનોનમાં સૈન્ય કાર્યવાહી વધારી છે, જે આ શાંતિ સમજૂતીથી ગભરાઈને કરાઈ છે. 14 મુદ્દાની આ સમજૂતીથી લેબેનોનમાં યુદ્ધ સમાપ્ત થશે અને ઇઝરાયેલી સેના કબજા હેઠળના વિસ્તારોમાંથી હટશે. ઈઝરાયેલ આ સમજૂતીને પોતાની હાર માને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ સરકાર અંદરથી તૂટી ગઈ છે : સીઝફાયર ડીલ તોડવામાં ઈઝરાયેલ વ્યસ્ત છે : ઈરાન

ટ્રમ્પની ટીમ સાથે થયેલી ડીલને ઈરાન યુએસ-ઇઝરાયેલની પ્રચંડ હાર કહે છે
ઈઝરાયેલે તાજેતરમાં લેબેનોનમાં સૈન્ય કાર્યવાહી વધારી છે : વાસ્તવમાં આ સમજૂતીથી ગભરાઇને ઈઝરાયેલે આ કૃત્ય કર્યું છે : મોહમ્મદ ઘાલીબાફ

નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ સાથે થયેલી ડીલને ઈરાન, અમેરિકા-ઈઝરાયલના પ્રચંડ પરાજય સમાન માને છે. સ્વિત્ઝર્લેન્ડના પ્રવાસેથી પાછા ફર્યા પછી ઈરાનની સંસદના અધ્યક્ષ અને મુખ્ય મંત્રણાકાર મોહમ્મદ બાઘેર ઘાલીબાફે આ દાવો કરતાં કહ્યું કે, ઈઝરાયલ પૂરો પ્રયત્ન કરે છે કે તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે તાજેતરમાં થયેલી સમજૂતી એટલે કે ૧૪ પોઇન્ટવાળી ઇસ્લામાબાદ સમજૂતી (એમઓયુ) સફળ ન થાય.
ઘાલીબાફે વધુમાં કહ્યું હતું કે, આ શાંતિ સમજૂતી પશ્ચિમના દેશો માટે ભારે મોટો ફટકો છે. બીજી તરફ ઇઝરાયલે લેબેનોનમાં કાર્યવાહી વધારી છે. તે તેઓ આ સમજૂતીથી ગભરાઇને કરી છે. એટલું જ નહીં પરંતુ અમેરિકી સરકારમાં પણ અંદરથી ફૂટ થઈ છે.
ન્યૂઝ એજન્સી ઇર્નાના જણાવ્યા પ્રમાણે ઘાલીબાફે મંગળવારે એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વાસ્તવમાં ઇઝરાયલ આ સમજૂતીની વિરુદ્ધમાં જ છે. કારણ કે આ સમજૂતીમાં કહેવામાં આવ્યું છે કે, લેબેનોનમાં પણ યુધ્ધ બંધ થશે અને પોતાના દેશની જમીન ઉપર લેબેનોનો ફરી કબજો આપશે. લોકો પોતાના ઘરે પાછા ફરી શકશે અને (ઇઝરાયલના) કબજા નીચેના વિસ્તારમાંથી ઇઝરાયલ સેના હટશે.
ઘાલીઆફે વધુમાં કહ્યું હતું કે, ઇઝરાયલ આ શાંતિ સમજૂતી વિરુદ્ધ એટલા માટે છે કે આ સમજૂતી અમેરિકા અને યહુદી શાસનની હાર સમાન માનવામાં આવે છે. તેથી ઇઝરાયલ પુરેપુરી તાકાત લગાડી આ સમજૂતી તૂટી પડે તેવી કાર્યવાહી કરી રહ્યું છે.
તેઓએ વધુમાં કહ્યું કે, સમજૂતી સધાઈ તે પછી ઇઝરાયલની સરકારે તેની સેનાકીય કાર્યવાહી વધારી દીધી છે, જેથી આ સમજૂતીનો અમલ કરવો મુશ્કેલ બની રહે.