ટ્રમ્પે સત્ય નડેલા સહિત 6 ટેક દિગ્ગજોને સર્વોચ્ચ વિજ્ઞાની સન્માન આપ્યું, ઈલોન મસ્કને આધુનિક યુગના થોમસ એડિસન ગણાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વોશિંગ્ટન સ્થિત યુએસ ઇન્સ્ટિટ્યુટ ઓફ પીસમાં યોજાયેલી 'અ ન્યૂ ગોલ્ડન એજ' સમિટ દરમિયાન માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા અને ટેસ્લા-સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક સહિત વિશ્વના અનેક દિગ્ગજ ટેક લિડર્સને દેશના સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માનથી નવાજ્યા હતા. આ કાર્યક્રમ વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વિકાસને ઝડપી બનાવનારા સાહસિકોના પ્રદાનને બિરદાવવા માટે યોજાયો હતો.
ક્યા દિગ્ગજને કયો એવોર્ડ મળ્યો?
આ ભવ્ય સમારોહમાં ટેકનોલોજી અને વિજ્ઞાન જગતના અગ્રણીઓને બે મુખ્ય શ્રેણીઓમાં સન્માનિત કરવામાં આવ્યા:
નેશનલ મેડલ ઓફ સાયન્સ: એલન મસ્ક (ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ), સર્ગેઈ બ્રિન (ગૂગલના સહ-સંસ્થાપક), જેન્સન હુઆંગ (એનવીડિયાના સીઈઓ) અને લિસા સૂ (એએમડીની સીઈઓ).
નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન: સત્યા નડેલા (માઇક્રોસોફ્ટના સીઈઓ અને ચેરમેન) અને માઈકલ ડેલ (ડેલના સંસ્થાપક).
એલન મસ્કને ગણાવ્યા આધુનિક યુગના 'થોમસ એડિસન'
આ પ્રસંગે પ્રમુખ ટ્રમ્પે એલન મસ્કની પ્રશંસા કરતા તેમને રાષ્ટ્રીય ધરોહર ગણાવ્યા હતા. તેમણે મસ્કની સરખામણી પ્રખ્યાત અમેરિકી શોધક થોમસ એડિસન સાથે કરતા કહ્યું કે, "એલન આપણા આધુનિક યુગના થોમસ એડિસન છે." ટ્રમ્પે તમામ વિજેતાઓને સંબોધતા જણાવ્યું કે તેઓ ઇતિહાસના પૃષ્ઠોમાં મહાનુભાવો તરીકે નોંધાશે અને આ પ્રતિભાશાળી લોકોના સહયોગથી અમેરિકા હંમેશા ટેકનોલોજી ક્ષેત્રે નંબર-વન રહેશે.
એઆઈ અને ટેકનોલોજીના વિકાસ પર ભાર
આ શિખર સંમેલન એવા સમયે યોજાયું છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 'સુપર ઇન્ટેલિજન્સ' ના વિકાસને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. આ કાર્યક્રમમાં વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસીના ડિરેક્ટર માઈકલ ક્રેટ્સિઓસ પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.




