World

ટ્રમ્પે ફક્ત એક વર્ષમાં 51,75,19,50,000 રૂપિયાની કમાણી કરી, જાણો ક્યાં-ક્યાંથી થઈ ધનવર્ષા?

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
ક્રિપ્ટોકરન્સીએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખની કમાણીનું સૌથી મોટું સાધન બન્યું છે. અમેકિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક વર્ષમાં ક્રિપ્ટોમાંથી જેટલી કમાણી કરી તેટલામાં તો ભારતમાં બે AIIMS હોસ્પિટલ બની જાય.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે ફક્ત એક વર્ષમાં 51,75,19,50,000 રૂપિયાની કમાણી કરી, જાણો ક્યાં-ક્યાંથી થઈ ધનવર્ષા?

Donald Trump Income: ક્રિપ્ટોકરન્સીએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખની કમાણીનું સૌથી મોટું સાધન બન્યું છે. અમેકિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક વર્ષમાં ક્રિપ્ટોમાંથી જેટલી કમાણી કરી તેટલામાં તો ભારતમાં બે AIIMS હોસ્પિટલ બની જાય. 

ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ફાઇનાન્શિયલ રિપોર્ટમાં ખુલાસો કર્યો કે, વર્ષ 2024માં ક્રિપ્ટો, ગોલ્ફ ક્લબ્સ, લાઇસન્સિંગ અને અન્ય કારોબારથી 600 મિલિયન ડૉલર (5175 કરોડ રૂપિયા)થી વધુની કમાણી કરી છે. શુક્રવારે (13 જૂન) જાહેર કરવામાં આવેલા વાર્ષિક નાણાંકીય રિપોર્ટમાં ફક્ત ટ્રમ્પના મોટા બિઝનેસની એમ્પાયરની જ નહીં પરંતુ તેમના કમાણીના સ્ત્રોત પર પણ સવાલ ઊભા કર્યા છે. 

આ પણ વાંચોઃ અમે તો આમંત્રણ જ નથી આપ્યું... પાકિસ્તાન સેનાના વડા આસીમ મુનીરની અમેરિકાએ કરી ફજેતી

ક્રિપ્ટોએ કેવી રીતે વધારી સંપત્તિ? 

ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટો કરન્સીમાં મોટાપાયે રોકાણ કર્યું છે, જેમાં તેમની સંપત્તિને ઝડપથી વધાર્યું. પરંતુ, આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે ડિજિટલ કરન્સીમાં રસ દાખવ્યો હોય પરંતુ, આ વખતના આંકડા ચોંકાવનારા છે. 

આ દરમિયાન એવું પણ સામે આવ્યું કે, ટ્રમ્પે પોતાના કારોબારને પોતાના બાળકો દ્વારા સંચાલિત એક ટ્રસ્ટને સોંપી દીધા છે, જેથી તેમની આવકનો સીધો સંબંધ તેમના પ્રમુખ પદ સાથે ન જોડવામાં આવે. તેમ છતા આ મામલો ગરમાયો છે. 

ગોલ્ફ ક્લબ્સ અને લાઇસેન્સિંગની મોટી કમાણી

ટ્રમ્પના ગોલ્ફ રિપોર્ટ્સ અને લાઇસેન્સિંગ ડીલ્સ પણ તેમની આવકમાં મોટું યોગદાન આપે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના ગોલ્ફ કોર્સ, ખાસ કરીને સ્કૉટલેન્ડ અને ફ્લોરિડામાં સ્થિત ડેવલપમેન્ટ ફી અને રેવન્યુથી લાખો ડોલરની કમાણી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 'અમેરિકા પર હુમલો કરવાની ભૂલ ના કરતાં નહીંતર એવો જવાબ...' ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી

આ સિવાય તેમની બ્રાન્ડનો ઉપયોગ અનેક પ્રોડક્સ અને અનેક સેવાઓ માટે લાઇસન્સિંગ દ્વારા પણ નફો કમાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ બધુ મળીને ટ્રમ્પની કુલ સંપત્તિ 16 અબજ ડૉલરથી વધુ થાય છે. 

શું હવે વિવાદોમાં ઘેરાશે ટ્રમ્પ?

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, મારા પરિવારની ટ્રસ્ટ સિસ્ટમથી પ્રમુખ પદનો ગેરલાભ થતા બચશે. જોકે, ટીકાકારોનું કહેવું છે કે, તેમની આવકનો સ્ત્રોત હજું પણ રાજકીય પ્રભાવ સાથે જોડાયેલો છે. વળી નિષ્ણાંતોનું માનવું છે કે, આ ખુલાસો ન ફક્ત ટ્રમ્પના નાણાંકીય સામ્રાજ્યની મજબૂતી દર્શાવે છે, પરંતુ તેમના ભવિષ્યના રાજકીય પગલાં પર તેની અસર પણ જોવા મળી શકે છે. જોકે, આ રિપોર્ટ બાદ તેમની રાજકીય છબીને નવો આકાર આપશે કે કેમ તે જોવું રહ્યું. 

તેમના પરિવારની ટ્રસ્ટ સિસ્ટમ હિતોના સંઘર્ષને ટાળશે, ટીકાકારો કહે છે કે તેમની આવકના સ્ત્રોતો હજુ પણ તેમના રાજકીય પ્રભાવ સાથે જોડાયેલા છે. નિષ્ણાતો માને છે કે આ ખુલાસો માત્ર ટ્રમ્પના નાણાકીય સામ્રાજ્યની મજબૂતાઈ જ દર્શાવે છે, પરંતુ તેમના ભવિષ્યના રાજકીય પગલાંને પણ અસર કરી શકે છે. શું આ તેમની છબીને નવું પરિમાણ આપશે કે વિવાદોનો નવો તબક્કો શરૂ કરશે, તે તો સમય જ જણાવશે.