World

'અમેરિકા પર હુમલો કરવાની ભૂલ ના કરતાં નહીંતર એવો જવાબ...' ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઈરાન દ્વારા અમેરિકાના સૈન્ય મથકને ટાર્ગેટ બનાવવાની યોજના પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ઉઠ્યા છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લેઆમ ધમકી આપી છે કે, જો ઈરાને અમેરિકાના મથકો અને સંપત્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો અમારી આખી અમેરિકન સેના એમના પર તૂટી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમેરિકા પર હુમલો કરવાની ભૂલ ના કરતાં નહીંતર એવો જવાબ...' ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી

US President Donald Trump Threat To Iran: ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઈરાન દ્વારા અમેરિકાના સૈન્ય મથકને ટાર્ગેટ બનાવવાની યોજના પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ઉઠ્યા છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લેઆમ ધમકી આપી છે કે, જો ઈરાને અમેરિકાના મથકો અને સંપત્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો અમારી આખી અમેરિકન સેના એમના પર તૂટી પડશે. 

ઈઝરાયલ દ્વારા ઈરાન પર એર સ્ટ્રાઈક થયા બાદ ટ્રમ્પ સતત ઈરાનને સમજાવવા અને હથિયારો નાખી દેવા મનાવી રહ્યા છે. ટ્રમ્પે અગાઉ ઈરાનને કહ્યું હતું કે, તમે પરમાણુ ડીલમાં સમાધાન કરી લો, નહીં તો માઠા પરિણામો ભોગવવા પડશે. ત્યારબાદ આજે ફરી ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે. 

અમેરિકા પૂરા બળ સાથે હુમલો કરશેઃ ટ્રમ્પ

ટ્રમ્પે પોતાના પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ખામેનેઈના નેતૃત્વ હેઠળના ઈસ્લામિક રિપબ્લિકને સીધો સંદેશ આપ્યો હતો કે, ઈરાન પર થયેલા હુમલામાં અમેરિકાનો કોઈ હસ્તક્ષેપ નથી. જો તેઓએ અમારા પર કોઈપણ રીતે હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો, અમારી અમેરિકાની સેના પૂરા બળ સાથે ઈરાન પર હુમલો કરશે. જે અગાઉ ક્યારેય જોયો નહીં હોય.  અમે આ લોહિયાળ યુદ્ધ રોકવા માટે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ડીલ કરાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.


ઈરાન પાસે હજુ તક છે...

ટ્રમ્પે વધુ એક પોસ્ટમાં કહ્યું હતું કે, મેં ઈરાનને પરમાણુ ડીલ કરવા માટે 60 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. આજે તેને 61મો દિવસ થયો છે. મેં તેમને નિર્ણય લેવા સલાહ આપી હતી, પરંતુ તેઓ કોઈ નિર્ણય લઈ શક્યા નથી. હજુ તેમની પાસે તક છે, તેઓ માની જાય. ટ્રમ્પ પોતાની પોસ્ટ દ્વારા અવારનવાર કહી રહ્યા છે કે, ઈરાને લોહિયાળ યુદ્ધના અત્યંત ખરાબ પરિણામ ભોગવવા પડશે.


ઈરાનમાં 80થી વધુ લોકો માર્યા ગયા

ઈઝરાયલ દ્વારા થયેલી એરસ્ટ્રાઈકમાં ઈરાનના 20 ટોપ કમાન્ડર અને વિજ્ઞાનીઓ સહિત 80થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલે ગત શુક્રવારે 200 ફાઈટર જેટ્સ દ્વારા તહેરાનમાં છ પરમાણુ અને સૈન્ય મથકો પર હુમલા કર્યા હતાં. બીજી તરફ ઈરાને પણ વળતો પ્રહાર કરતાં ઈઝરાયલ પર 100થી વધુ ડ્રોન છોડ્યા હતાં. જો કે, ઈઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે, તેણે તમામ ડ્રોન તોડી પાડ્યા છે. 

ઈઝરાયલનું ઓપરેશન રાઈઝિંગ લાયન મિશન

ઈઝરાયલે ઈરાનની પરમાણુ નીતિનો વિરોધ કરતાં ફરી ભીષણ યુદ્ધ છેડ્યું છે. આ મિશનને તેણે ઓપરેશન રાઈઝિંગ લાયન નામ આપ્યું છે. જો કે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાની યોજના અને મિશન મામલે મોટો ખુલાસો કર્યો છે કે, ઈરાન વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા આ મિશનને છ મહિના પહેલાં નવેમ્બર, 2024માં જ મંજૂરી મળી ગઈ હતી. જે એપ્રિલ, 2025માં શરૂ થવાનું હતું. પરંતુ અમુક કારણોસર તેને શરૂ કરવામાં વિલંબ થયો હતો.