World

ટ્રમ્પે 18 મહિનામાં 9.8 લાખથી વધુ ઈમિગ્રન્ટ્સની હકાલપટ્ટી કરી

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પ્રથમ 18 મહિનામાં 9.8 લાખ લોકોને દેશનિકાલ કરાયા હતા. વોશિંગ્ટનમાં જાહેર થયેલા માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટયૂટના રિપોર્ટ મુજબ, આમાંથી 71% લોકો કોઈ ગુનામાં દોષિત નહોતા. લગભગ 1.7 લાખ લોકોએ સ્વેચ્છાએ દેશ છોડવાનો વિકલ્પ સ્વીકાર્યો હતો, જેનાથી ઇમિગ્રેશન કોર્ટોમાં પેન્ડન્સી ઘટી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે 18 મહિનામાં 9.8 લાખથી વધુ ઈમિગ્રન્ટ્સની હકાલપટ્ટી કરી
  • બીજા કાર્યકાળમાં આક્રમક પોલિસી
  • સ્વૈચ્છિક રીતે દેશ છોડવાનો વિકલ્પ સ્વીકારનારાઓની સંખ્યા ૧.૭ લાખ : ઈમિગ્રેશન કોર્ટોમાં પેન્ડસી ઘટી

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પહેલા ૧૮ મહિનામાં દેશમાંથી લગભગ ૯.૮ લાખ લોકોને હકાલપટ્ટી કરવામાં આવી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન અમેરિકામાં ઓછામાં ઓછાં બે વર્ષથી રહેતા અને દેશમાંથી બહાર મોકલાયેલા ઇમિગ્રન્ટ્સમાંથી ૭૧ ટકા લોકો કોઈ ગુનામાં દોષિત ઠર્યા નહોતા. માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટયૂટના રિપોર્ટમાં આ વિગતો સામે આવી છે.
અહેવાલ મુજબ, ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અને કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા આશરે ૯.૮ લાખ લોકોને દેશમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા. અમેરિકામાં ઓછામાં ઓછાં બે વર્ષથી રહેતા બિનનાગરિકો સામેની કાર્યવાહી કુલ હકાલપટ્ટીના આશરે ૬૧ ટકા જેટલી હતી. તેમની સંખ્યા લગભગ ૩.૯ લાખ હતી. ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ૧૦ લાખ ઈમિગ્રન્ટ્સનો દેશનિકાલ કરવાનો ટારગેટ રાખ્યો હતો.
અમેરિકામાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી રહેતા અને દેશમાંથી બહાર મોકલાયેલા લોકોમાંથી પણ લગભગ ૬૧ ટકા લોકોનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો. સમગ્ર કાર્યવાહીમાં લગભગ ૧.૯ લાખ લોકો, એટલે કે આશરે ૨૦ ટકા, કોઈ ગુનામાં દોષિત ઠર્યા હતા. કુલ હકાલપટ્ટી અને પરત મોકલવાની કાર્યવાહીમાં આશરે ૬૯ ટકા લોકો એવા હતા, જેમને શરૂઆતમાં અમેરિકાની સરહદે અટકાવવામાં આવ્યા હતા. બીજી તરફ, અમેરિકાની અંદરથી ધરપકડ કરીને દેશમાંથી બહાર મોકલવામાં આવતા લોકોનો હિસ્સો પણ વધ્યો હતો.