નાગરિકતા માટે ભાઈ સાથે લગ્ન...', મર્યાદાઓ વટાવતા ટ્રમ્પનું મહિલા સાંસદ અંગે વાંધજનક નિવેદન
US Politics: અમેરિકન નાગરિકતા મેળવવા માટે પોતાના ભાઈ સાથે લગ્ન કર્યા. હવે અમને કહી રહી છે કે, અમેરિકા કેવી રીતે ચલાવવું. આ ગુસ્સે ભરેલી ટિપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની છે, જે સોમાલિયાઈમાં જન્મેલી ડેમોક્રેડિટ અમેરિકન સાંસદ ઈલ્ફાન ઓમર પર કરી છે. રિપબ્લિકન ટ્રમ્પના ડેમોક્રેડિટ ઓમર સાથે મજબૂત નીતિ અને વિચારિક વિરોધ છે. તેમના તાજેતરના ટ્રુથઆઉટમાં, ટ્રમ્પે ઇલ્હાન ઓમર વિશેની તેમની ટિપ્પણીઓમાં મર્યાદાની ચરમસીમાએ પહોંચી ગયા, તેમને સ્કમ (SCUM)જેવા અયોગ્ય શબ્દો કહ્યા હતા.
આ પણ વાંચો: ચીન-અમેરિકા વચ્ચે બધું બરાબર? શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે ફોન પર થઈ વાતચીત
ટ્રમ્પ અને ઈલ્હાન ઓમર વચ્ચે તાજેતરમાં થયેલા વિવાદનું કારણ
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલ્હાન ઓમર વચ્ચેનો તણાવ વૈચારિક અને વ્યક્તિગત મતભેદોને કારણે છે. ઓમર ઈલ્હાન સોમાલી-અમેરિકન એક સાંસદ છે, જેમણે ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિઓ, જેમ કે ટ્રાવેલ્સ પ્રતિબંધ, શરણાર્થી કાર્યક્રમનું સસ્પેન્શન અને ઇઝરાયલને સમર્થનની ટીકા કરી છે. ટ્રમ્પ તેને ઓમરનો યહૂદી વિરોધી માને છે.
હવે, ટ્રમ્પે ફરી એકવાર આવી જ ટિપ્પણી કરી છે
ટ્રમ્પે 2019 માં ઓમરની મુસ્લિમ ઓળખ અને સોમાલી મૂળને નિશાન બનાવતા કહ્યું કે, 'તેના દેશમાં પાછા જાઓ'. હવે, ટ્રમ્પે ફરી એકવાર આવી જ ટિપ્પણી કરી છે. તાજેતરના વિવાદમાં ઇલ્હાને ટ્રમ્પના સમર્થક અને હિંસાના ભોગ બનેલા ચાર્લી કિર્કને ' ધૃણાસ્પદ વ્યક્તિ' ગણાવ્યા અને તેમના સમર્થકો પર 'ઇતિહાસ ફરીથી લખવાનો' આરોપ લગાવ્યો.
ડેમોક્રેટિક સાંસદ ઈલ્હાન ઓમરને દિવંગત રુઢિવાદી નેતા ચાર્લી કર્કને શ્રદ્ધાંજલિ આપનારાને બકવાસ કહ્યા હતા. એક કાર્યક્રમમાં ઓમરે કહ્યું કે, મને લાગે છે કે, આ ડેમોક્રેટિક પ્રતિનિધિ ઇલ્હાન ઓમરે સ્વર્ગસ્થ રૂઢિચુસ્ત નેતા ચાર્લી કિર્કને શ્રદ્ધાંજલિ આપનારાઓને 'સંપૂર્ણ બકવાસ' ગણાવ્યા છે. એક કાર્યક્રમમાં ઓમરે કહ્યું, 'મને લાગે છે કે તમારામાંથી જેઓ આ ધિક્કારપાત્ર માણસ માટે ઇતિહાસ ફરીથી લખવામાં રસ ધરાવે છે તેઓ સંપૂર્ણ બકવાસ કરી રહ્યા છે.'
ઇલ્હાન ઓમરની આ ટિપ્પણીઓની રિપબ્લિકન નેતાઓ અને કિર્કના સમર્થકોએ ટીકા કરી
ટ્રમ્પે કહ્યું હતું કે, 'મને લાગે છે કે તે એક શરમજનક મહિલા છે, એક હારેલી વ્યક્તિ છે.' ઇલ્હાન ઓમરની જીત પર સવાલ ઉઠાવતા ટ્રમ્પે કહ્યું હતું કે, 'જે રીતે લોકોએ મતદાન કર્યું તે અદ્ભુત છે. મને ખબર છે કે, આ તેના વિસ્તારના લોકો છે, તેઓ કદાચ આખી દુનિયામાંથી આવ્યા હતા, અને તેમણે તેમને મત આપ્યો હતો.'
'70% વસ્તી ભારે ગરીબી અને વ્યાપક ખાદ્ય અસુરક્ષામાં જીવે છે'
હવે, તાજેતરની પોસ્ટમાં ટ્રમ્પે ઇલ્હાન ઓમરને એક લાંબું ભાષણ આપ્યું છે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે કહ્યું હતું કે, 'ઇલ્હાન ઓમરનો દેશ, સોમાલિયા, સરકારી નિયંત્રણનો અભાવ, સતત ગરીબી, ભૂખમરો, પુનરાવર્તિત આતંકવાદ, ચાંચિયાગીરી, દાયકાઓથી ચાલતો ગૃહયુદ્ધ, ભ્રષ્ટાચાર અને વ્યાપક હિંસાથી પીડાય છે. 70% વસ્તી ભારે ગરીબી અને વ્યાપક ખાદ્ય અસુરક્ષામાં જીવે છે. લાંચ, ઉચાપત અને અસમર્થ સરકાર સતત સોમાલિયાને વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોમાં સ્થાન આપે છે.'
'અમને કહી રહી છે કે, શું કરવું અને કેવી રીતે કરવું'
ટ્રમ્પે આગળ કહ્યું, 'આ બધુ હોવા છતાં ઇલ્હાન ઓમર આપણને અમેરિકા કેવી રીતે ચલાવવું તે કહે છે! શું તે એ જ છે કે જેણે નાગરિકતા મેળવવા માટે પોતાના ભાઈ સાથે લગ્ન કર્યા હતા? આપણા દેશમાં કેવો કચરો છે, જે અમને કહી રહી છે કે, શું કરવું અને કેવી રીતે કરવું.'