ચીન-અમેરિકા વચ્ચે બધું બરાબર? શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે ફોન પર થઈ વાતચીત
Trump and Xi Jinping hold Phone Call: ટેરિફ વોર વચ્ચે આજે (19 સપ્ટેમ્બર) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી હતી. આ ફોન ટિકટોકને અમેરિકામાં શરૂ રાખવા માટે એક કરારને અંતિમ રૂપ આપવાની ચાલી રહેલી ચર્ચાઓ દરમિયાન કરવામાં આવ્યો હતો. ચીનના મીડિયા ચાઈના સેન્ટ્રલ ટીવીએ સૌપ્રથમ આ વાતચીત અંગે માહિતી આપી હતી. જો કે, શું વાતચીત થઈ તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. વ્હાઇટ હાઉસે પણ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, આ ફોન દરમિયાન ટિકટોક અને અમેરિકા-ચીન ટ્રેડને લઈને વાતચીત થઈ હોવાની સંભાવનાઓ છે.
આ ફોન બિઝનેસ અને ટેકનોલોજી મુદ્દાઓ પર ચાલી રહેલી વાતચીત વચ્ચે થઈ હતી, જેમાં વોશિંગ્ટન, બેઇજિંગ પર ટેરિફ અને બજારમાં પહોંચને લઈને પ્રેશર બની રહ્યું છે. સાથે જ ટિકટોક ડેટા સુરક્ષાની પણ ગેરેન્ટી માગવામાં આવી રહી છે. અમેરિકાએ આ એપ પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે, જ્યાં સુધી કે તેઓ ચીનની મૂળ કંપની બાઇટડાન્સ પોતાના અમેરિકન સંચાલનને ન વેચે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીના અનુસાર, બંને નેતાઓ વચ્ચે વાતચીત વોશિંગ્ટન સમય અનુસાર, સવારે 8 વાગ્યે શરૂ થઈ. જાન્યુઆરીમાં ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆત બાદ તેમનો આ બીજો ફોન હતો, જેમાં તેમણે શી જિનપિંગ સાથે વાત કરી હોય. 5 જૂને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું હતું કે, શી જિનપિંગે તેમને ચીન આવવાનું આમંત્રણ આપ્યું, અને તેમણે પણ ચીનના નેતાઓને અમેરિકા આપવાનું આમંત્રણ આપ્યું છે.
રોયટર્સના અનુસાર, આ ફોન 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી દક્ષિણ કોરિયામાં થનારા એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ શિખર સંમેલન દરમિયાન સંભવિત આમને-સામને બેઠકની તૈયારી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.