World

AIની મદદથી ત્રણ પાકિસ્તાની અને ચાર ભારતીયોએ મળીને ઠગાઈ કરી

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
કેનેડામાં AI દ્વારા બનાવટી પાસપોર્ટ બનાવી, બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ મેળવી કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાનની સાયબર ક્રાઇમ એજન્સીએ 3 પાકિસ્તાની અને 4 ભારતીય નાગરિકો સહિત 7 લોકોના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાનમાં 3 આરોપીઓની ધરપકડ થઈ છે. આ ટોળકી ક્રેડિટ કાર્ડની રકમ વાપરીને કાર્ડ ફેંકી દેતી હતી, જેની તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AIની મદદથી ત્રણ પાકિસ્તાની અને ચાર ભારતીયોએ મળીને ઠગાઈ કરી
  • કેનેડિયન બેંકો સાથે ક્રેડિટ કાર્ડ સ્કેમ
  • એઆઈથી ખોટા પાસપોર્ટ બનાવીને બેંકોમાં ખાતા ખોલાવતા, ક્રેડિટ કાર્ડની રકમ વાપરીને તેને ફેંકી દેતા

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવટી પાસપોર્ટ અને ઓળખ તૈયાર કરી કેનેડાની બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવાના કૌભાંડમાં સાત લોકો સંડોવાયેલા હોવાનો પાકિસ્તાનની નેશનલ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ઘટસ્ફોટ કર્યો છે. આ નેટવર્કમાં પાકિસ્તાનના ત્રણ અને કેનેડામાં રહેતા ચાર ભારતીય નાગરિકો સામેલ હતા. પાકિસ્તાનમાં રહેતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કેનેડામાં રહેતા ચાર ભારતીયો એઆઈની મદદથી બનાવટી પાસપોર્ટ તૈયાર કરીને પાકિસ્તાનમાં તેમના સાથીઓને મોકલતા હતા. પાકિસ્તાનના ત્રણ આરોપીઓ આ દસ્તાવેજો અને વાસ્તવિક વ્યક્તિઓની કેટલીક અંગત વિગતોનો ઉપયોગ કરીને કથિત રીતે બનાવટી ઓળખ ઊભી કરતા અને કેનેડાની બેંકોમાં ઓનલાઇન ખાતાં ખોલાવતા. પાકિસ્તાની આરોપીઓની ઓળખ સુભાન બટ્ટ, ગુલરેઝ બટ્ટ અને મુહમ્મદ નોમાન તરીકે થઈ છે. કેનેડામાં રહેતા આરોપીઓનાં નામ દીપ સિંહ, પરજીત સિંહ, હરપ્રીત સિંહ અને ગુરલીન સિંહ હોવાનું સામે આવ્યું છે.
આ નેટવર્કે એન્ટી-ડિટેક્ટ બ્રાઉઝરનો પણ ઉપયોગ કર્યો હતો. જે ડિવાઇસની ઓળખ સંબંધિત કેટલીક વિગતો છુપાવી શકે છે. આરોપીઓએ તેનો ઉપયોગ ઓનલાઇન ઓળખ ચકાસણીની પ્રક્રિયાને પાર કરવા માટે કર્યો હતા. બેંકોમાં ખાતાં ખૂલ્યા બાદ ક્રેડિટ કાર્ડ મેળવવામાં આવતાં હતાં. કાર્ડને કેનેડામાં રહેતા સાથીઓ સુધી પહોંચાડવામાં આવતાં હતાં. કાર્ડની ક્રેડિટ લિમિટ વાપરીને કાર્ડ છોડી દેવામાં આવતાં હતા. બેંકોને થયેલા નુકસાન અને ખાતાધારકોની ઓળખમાં જોવા મળેલી વિસંગતતાઓની તપાસ દરમિયાન આ કથિત છેતરપિંડી બહાર આવી હતી.