World

ડ્રોન એટેકમાં ચીનના 3 એન્જિનિયર્સના મોત, અફઘાન સરહદે સોનાની ખાણમાં કરતા હતા કામ

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા તાજિકિસ્તાનમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની છે, જ્યાં ગ્રેનેડ અને વિસ્ફોટકોથી ભરેલા UAV(ડ્રોન) વડે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં 3 ચીની નાગરિક એન્જિનિયર્સ માર્યા ગયા છે. તાજિકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, 'આ હુમલો સરહદ પારથી કરવામાં આવ્યો હતો અને દક્ષિણ-પશ્ચિમ ખટલોન વિસ્તારમાં એક માઇનિંગ સાઇટ પરના કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રોન એટેકમાં ચીનના 3 એન્જિનિયર્સના મોત, અફઘાન સરહદે સોનાની ખાણમાં કરતા હતા કામ

Chinese Workers Killed Tajikistan: અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા તાજિકિસ્તાનમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની છે, જ્યાં ગ્રેનેડ અને વિસ્ફોટકોથી ભરેલા UAV(ડ્રોન) વડે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં 3 ચીની નાગરિક એન્જિનિયર્સ માર્યા ગયા છે. તાજિકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, 'આ હુમલો સરહદ પારથી કરવામાં આવ્યો હતો અને દક્ષિણ-પશ્ચિમ ખટલોન વિસ્તારમાં એક માઇનિંગ સાઇટ પરના કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો.

અફઘાન સરહદે વર્કર્સ કેમ્પ પર હુમલો

આ હુમલો બુધવારે રાત્રે થયો હતો અને તેણે યૉલ બોર્ડર ડિટેચમેન્ટમાં ફર્સ્ટ બોર્ડર ગાર્ડ પોસ્ટ 'ઇસ્તિકલોલ' નજીક આવેલી LLC શોહિન SM વર્કર્સ કેમ્પને નિશાન બનાવ્યો હતો. આ કંપની, LLC શોહિન SM, તાજિકિસ્તાનમાં સોના સહિત અન્ય કિંમતી ધાતુઓના માઇનિંગનું કામ કરે છે. 

તાજિકિસ્તાનનો આક્ષેપ અને સુરક્ષા ચિંતાઓ

તાજિકિસ્તાને આ હુમલા માટે અફઘાનિસ્તાનના વિસ્તારમાં હાજર 'ક્રિમિનલ' અને 'આતંકવાદી જૂથો'ની ખતરનાક ગતિવિધિઓને જવાબદાર ઠેરવી છે. મંત્રાલયે આ હરકતોની સખત નિંદા કરી છે અને અફઘાન અધિકારીઓને તેમની સરહદને સ્થિર અને સુરક્ષિત કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, લગભગ 1350 કિલોમીટર લાંબી આ પહાડી સરહદ પર તણાવ ચાલુ રહે છે, તાજિકિસ્તાને અગાઉ ડ્રગ સ્મગલરોને મારવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને ઓગસ્ટમાં તાલિબાન લડવૈયાઓ સાથે ગોળીબાર પણ થયો હતો. આ ડ્રોન હુમલો પ્રાદેશિક જૂથ 'કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઇઝેશન(CSTO)'ની બેઠક પહેલાં થયો હતો.

ચીનના રોકાણ અને સંબંધો પર અસર

- આ હુમલો મધ્ય એશિયામાં નવો તણાવ પેદા કરી રહ્યો છે, જ્યાં ખાણકામ અને કુદરતી સંસાધનોના ક્ષેત્રમાં ચીની કંપનીઓનું કરોડો ડોલરનું રોકાણ છે.

આ પણ વાંચો: 4.2 કરોડની વસતી ધરાવતું ઈન્ડોનેશિયાનું જકાર્તા દુનિયાનું સૌથી મોટું શહેર બન્યું, ટોક્યો થયું પાછળ

- આ ઘટનાએ ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ(BRI)'ની સુરક્ષાને સીધી રીતે પડકારી છે, જેનાથી ચીનના રોકાણ અને આર્થિક વ્યૂહરચના પર જોખમ ઊભું થયું છે.

- તાજિકિસ્તાન પર ચીન તેના રોકાણ અને સુરક્ષા હિતો માટે દબાણ વધારી રહ્યું છે, જ્યારે તાજિકિસ્તાન આંતરિક અસ્થિરતા અને ચીનની વધતી હાજરી વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

- વધુમાં, ચીન અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે પણ આતંકવાદ વિરોધી સહયોગ વધારવા માંગે છે, ત્યારે આ હુમલાએ તાલિબાન સાથેના ચીનના સંબંધોમાં નવા પડકારો ઊભા કર્યા છે.