World

જેનો ઈતદિહાસ જ કાળો છે, તે બીજાને ઉપદેશ ન આપે : અં.રા.માં ભારતે પાકને ખરેખરી સંભળાવી

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સાંસદ મહિમાકુમારી મેવાડે જણાવ્યું કે, પાકિસ્તાન સેના PoKમાં માનવ અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન કરી રહી છે અને સંસાધનોની ગેરકાયદે લૂંટ ચલાવી રહી છે. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાન ધાર્મિક કટ્ટરવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે, તેને બીજાને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

જેનો ઈતદિહાસ જ કાળો છે, તે બીજાને ઉપદેશ ન આપે : અં.રા.માં ભારતે પાકને ખરેખરી સંભળાવી
  • પીઓકેમાં પાક. સૈનિકોની નાપાક બર્બરતા અને માનવ અધિકારોના ખુલ્લાં ઉલ્લંઘન રોકવા સાથે સંસાધનોની ગેરકાયદે લૂંટ પ્રત્યે વિશ્વનું ધ્યાન દોર્યું

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને બરોબરની સુણાવી દીધી હતી. ભારતે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ખોટા અને ભ્રામક દાવાઓ ફેલાવવા માટે વિશ્વ સંગઠન મંચનો ઉપયોગ કરી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ચોથી સમિતિમાં ઉપનિવેશવાદના ઉન્મૂલન વિષય ઉપરની ચર્ચા દરમ્યાન પાકિસ્તાને કરેલા વિધાનોનો ઉત્તર આપતાં સાંસદ કુમારી મેવાડે કહ્યું, પાકિસ્તાન સેના સરમુખત્યારશાહી ચૂંટણીમાં ગેરરીતિઓ લોકપ્રિય નિર્વાચિત નેતાઓને જેલમાં નાખવા ઉપરાંત ધાર્મિક કટ્ટરવાદ તેમજ આતંકવાદને રાજનીતિ બનાવવાનો કાળો ઈતિહાસ ધરાવે છે. આવા દેશને બીજાઓને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. જમ્મુ અને કાશ્મીર ભારતનો જ ભાગ હતું અને હંમેશાં રહેશે.
આ સાથે સાંસદ મહિમા કુમારી મેવાતે પાકિસ્તાન દ્વારા તેના ગેરકાયદે કબ્જા નીચેના ક્ષેત્રમાં ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘન તત્કાળ રોકવાનું કહેવા સાથે કહ્યું કે તે ક્ષેત્રમાં પાકિસ્તાની સેના દમન કરી રહી છે. બર્બરતા આચરી રહી છે અને સંસાધનોનું ગેરકાયદે દોહન કરી રહી છે. આ બધાની સામે ત્યાંની જનતા વિદ્રોહ કરી રહી છે, તે સમગ્ર દુનિયા જાણે છે. તેઓએ વધુમાં કહ્યું છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાની સશસ્ત્ર દળો અને તેના ગુપ્ત સંગઠનોએ પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં માનવ અધિકારો, સ્વતંત્રતા અને મૂળભૂત જીવન જરૂરિયાતોની માંગણી કરતી જનતા ઉપર પાશવી અત્યાચારો ગુજાર્યા છે. નિર્દોષ નાગરિકોના જીવ લીધા છે.
ઉલ્લેખનીય છે કે મહિમાકુમારી મેવાડે ૧૫, સાંસદોનાં પ્રતિનિધિ મંડળમાં યુએન પહોંચ્યાં છે જે પ્રતિનિધિ મંડળ યુએનનું કામકાજ સમજવા ત્યાં ગયું છે. દરમિયાન એક કાર્યક્રમમાં મહિમા કુમારી મેવાડે પાકિસ્તાનની ધોલાઈ કરી નાખી હતી.