અમેરિકાની આર્થિક રાજધાની ઊંદરોની સમસ્યાથી ત્રસ્ત, 'ઓપરેશન કંટ્રોલ' માટે 70 ઈન્સ્પેક્ટર તૈનાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

American : અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કના રહેવાસીઓ ઊંદરોની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે. અહીં ગલીઓ, સબ-વે, ફુટપાથ, રસ્તાઓ સહિત તમામ સ્થળો પર ઉંદરોની ભરમાર છે. સ્થિતિ એવી છે કે, ઊંદરોના ત્રાસના કારણે લોકો ફુટપાથ પર પણ ચાલી શકતા નથી. હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાર્યવાહીઓ સરૂ કરી દેવાઈ છે. સ્થાનિક વહિવટી તંત્રએ ઊંદરોને નાથવા માટે ‘ઓપરેશન કંટ્રોલ’ શરૂ કરી 70 ઈન્સ્પેક્ટર તહેનાત કરી દીધા છે.
ઊંદરોની વસ્તી ઘટાડવા હાઈ-ટેક મેપિંગ ટૂલનો ઉપયોગ
ન્યૂયોર્કના સ્થાનિક તંત્ર દ્વારા તહેનાત અધિકારીઓએ ઊંદરોને મારી નાખવાના બદલે હવે નવી રણનીતિ અપનાવવામાં આવી રહી છે. હવે તેઓ હાઈ-ટેક મેપિંગ ટૂલનો ઉપયોગ કરીને ઊંદરોની વસ્તી ઘટાડવાનો પ્રયાસ કરી હ્યા છે. આ ઉપરાંત તંત્ર ખાણી-પીણીનો કચરો રસ્તા પર ન ફેંકે લોકોને જાગૃત કરી રહ્યા છે.
આરોગ્ય વિભાગે શું કહ્યું?
ન્યૂયોર્ક શહેરના આરોગ્ય વિભાગના અધિકારી કૈરોલિન બ્રૈગડને કહ્યું કે, ‘સામાન્ય રીતે આપણું માનવું છે કે, ખાણી-પીણી ન મળવાતી ઊંદરો અને જીવજંતુઓ તણાવમાં આવી જાય છે, જેના કારણે ઊંદરોએ ખાવાનું શોધવા માટે દૂર જવું પડે છે અથવા તેઓ ઓછા બચ્ચા પેદા કરે છે. જેમ સમય પસાર થાય છે તેમ ઉંદરોની પ્રજનની પ્રક્રિયા પણ ઘટે છે.’
ઊંદર 80થી વધુ બચ્ચા પેદા કરી શકે છે
ઊંદરો માણસોની જેમ જ બધુ જ ખાય છે. તેઓ સોડાના કેન, કબૂતરને અપાતા દાણા સહિતની ફેંકી દીધેલી તમામ વસ્તુઓ ખાઈને જીવતા રહી શકે છે. એક ઊંદરે જીવતા રહેવા માટે દૈનિક 28 ગ્રામ ખાવાની જરૂર હોય છે અને તે એક વખતમાં 12 બચ્ચા પેદા કરી શકે છે. ઊંદરો એક વર્ષની અંદર પાંચથી સાત વખત બચ્ચા પેદા કરી શકે છે.
શહેરના જંતુ નિયંત્રણ સેવા સુપરવાઇઝર એલેક્સા અલ્બર્ટે કહ્યું કે, ઊંદરોને મળતા ભોદનનો સ્રોત ખતમ કરવાની સમસ્યા ઘટાડી શકા છે. તેથી જો નાગરિકો રસ્તા પર ભોજન નાખવાનું બંધ કરશે તો ઊંદરોએ ખાવાનું શોધવા માટે દૂર જવું પડશે. ઊંદરોની ગતિવિધિઓ ટ્રેક કરવા માટે એપ બનાવાઈ છે. શહેરના આરોગ્ય વિભાગના 70 ઈન્સ્પેક્ટર એપનો ઉપયોગ કરીને ઊંદરોની ગતિવિધિઓ પર દેખરેખ રાખી રહ્યા છે અને રિપોર્ટ પણ કરી રહ્યા છે. આ ઉપરાં તેઓ ઊંદરો ઘટાડવા માટેની રણનીતિ પણ બનાવી રહ્યા છે.
અમેરિકામાં ત્રણ પ્રકારની ઊંદરની પ્રજાતિ
અમેરિકામાં ઉંદરો અને અન્ય સસ્તન પ્રાણીઓ પર વૈજ્ઞાનિકો દ્વારા સતત સંશોધન કરવામાં આવે છે. આ સંશોધનમાં તેમના વર્તન, આનુવંશિકતા અને તેઓ દ્વારા ફેલાતા રોગોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. અમેરિકામાં જોવા મળતા ઉંદરની કેટલીક સામાન્ય ત્રણ પ્રજાતિઓ છે. પહેલી સામાન્ય પ્રજાતિ હાઉસ માઉસ છે, જે અનેક ઘરોમાં જોવા મળે છે. જ્યારે બીજી પ્રજાતીનું નામ ડીયર માઉસ છે, જે જંગલો અને ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે અને તે હાન્ટાવાયરસ (Hantavirus) જેવા રોગો ફેલાવી શકે છે. આ ઉપરાંત ત્રીજા પ્રજાતિનું નામ વુડ માઉસ છે, જે જંગલોમાં જોવા મળતો એક પ્રકારનો ઉંદર છે.
આ પણ વાંચો : ટ્રમ્પના નિર્ણયથી ગુસ્સે થયા આ બે દેશ, અમેરિકન ફાઈટર જેટ ખરીદવાની ડીલ છોડવાની તૈયારીમાં








