For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અંતરિક્ષથી દેખાય છે વિશ્વની આ સૌથી મોંઘી કોલોની, એક બંગલાની કિંમત બાહુબલી-1 ફિલ્મના બજેટ જેટલી

પામ જુમેરાહનું નિર્માણ વર્ષ 2001માં શરૂ કરવામાં આવ્યું હતું

પામ જુમેરાહમાં 80,000 લોકો માટે લક્ઝરી હોટેલ્સ, બીચ અને રહેવાની વ્યવસ્થા

Updated: Apr 15th, 2023

અંતરિક્ષથી દેખાય છે વિશ્વની આ સૌથી મોંઘી કોલોની, એક બંગલાની કિંમત બાહુબલી-1 ફિલ્મના બજેટ જેટલી

દુનિયામાં રહેવા માટે ઘણી બધી સુંદર જગ્યાઓ છે, જ્યાં મોટાભાગના લોકો રહેવાનું સપનું જોતા હોય છે. વિશ્વના વિવિધ ભાગોમાં એવા ઘણા વિશિષ્ટ સ્થાનો છે જ્યાં મકાનોની કિંમત કરોડોથી અબજો સુધીની છે. એક આવી જ કોલોની દુબુઈમાં છે જ્યાં ઘર ખરીદવા માટે ખાતામાં ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયા હોવા જોઈએ. આ કિંમત લગભગ બાહુબલી-1 ફિલ્મના બજેટ જેટલી થાય છે જે આશરે 180 કરોડમાં તૈયાર થઈ હતી.   

Article Content Image


એક વિલાની કિંમત 200 કરોડ રૂપિયા

દુબઈ વિશ્વના સૌથી ધનાઢ્ય અને ભવ્ય શહેરોમાંનું એક માનવામાં આવે છે. જ્યાં પામ જુમેરાહ ખૂબ જ પોશ વિસ્તારની સાથે પ્રવાસન સ્થળ પણ છે. આ એક માનવસર્જિત ટાપુ છે જે પામ વૃક્ષના આકારમાં બનાવેલ છે. અહિયાં લગભગ 80,000 લોકો માટે લક્ઝરી હોટેલ્સ, બીચ અને રહેવાની વ્યવસ્થા છે. આ જગ્યાએ ફરવું સરળ છે પણ અહીં સ્થાયી થવું ખુબ મુશ્કેલ છે. કારણ કે અહીં ઉપલબ્ધ વિલા અને એપાર્ટમેન્ટ ખુબ જ મોંઘા છે. અહીં એક વિલાની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે, જ્યારે 2BHK એપાર્ટમેન્ટ 27 કરોડ રૂપિયામાં આવે છે.

Article Content Image


560 હેક્ટરમાં ફેલાયેલો છે આ ટાપુ

આ કૃત્રિમ ટાપુ 560 હેક્ટરમાં ફેલાયેલો છે. આ ટાપુને નિર્માણ દરમિયાન સેટેલાઇટ ફોટોગ્રાફ્સમાં જોઈ શકાતું હતું. આજે પણ સમુદ્રમાં બનેલા આ માનવ નિર્મિત ટાપુને અંતરિક્ષથી જોઈ શકાય છે. પામ જુમેરાહનું નિર્માણ વર્ષ 2001માં શરૂ કરવામાં આવ્યું હતું. વિશ્વભરના પ્રવાસીઓ માટે આ એક આશ્ચર્યજનક અને સુંદર સ્થળ છે. આ જોવા માટે પ્રવાસીએ હેલિકોપ્ટરનો સહારો લેવો પડે છે. પામ આઈલેન્ડ બનાવનારી કંપનીએ 52 માળની ઈમારત પણ બનાવી છે, જ્યાંથી લોકો પામ જુમેરા જોઈ શકે છે. અહીં આવતા પ્રવાસીઓ તેને વ્યુ એટ પામ કહે છે.

Gujarat