For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રેડ રીબન સિમ્બોલને ૧૯૯૧માં હોલીવુડ એકટર જેરમી આર્યન્સે પ્રસિધ્ધિ અપાવેલી

HIV અંગેની જાગૃતિ, સંશોધનોમાં રેડ રીબન સિમ્બોલનો પણ મોટો ફાળો છે

Updated: Nov 30th, 2020

Article Content Image

અમદાવાદ,30,નવેમ્બર,2020,સોમવાર

HIVનો ચેપ ફેલાતો અટકાવવા માટે તથા તેનો ભોગ બનનારા પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે ૧ ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડઝ દિવસ ઉજવાય છે. લોકોમાં એઇડઝ અંગેની જાગૃતિ ફેલાવવા માટે રેડ રીબન સિમ્બોલનો પણ મોટો ફાળો છે. આ રેડ રીબન  HIV  અંગે ભલે આંતરરાષ્ટ્રીય સિમ્બોલ બની ગયો હોય પરંતુ આ પહેલા અમેરિકામાં નશો કરીને કાર ચલાવનારા તથા ડ્રગ્સ વ્યસનનો વિરોધ્ધ કરવા માટે રેડ રીબનનો ઉપયોગ થતો હતો. ૧૯૮૪માં રેડ રીબન ફાઉન્ડેશન અને મધર્સ અગેઇન ડ્રન્ક ડ્રાઇવિંગ નામના સંગઠને સેફટી કેમ્પેઇન હાથ ધરેલું જેમાં રેડ રીબનનો ઉપયોગ કર્યો હતો. ૧૯૮૫માં અમેરિકાના ડ્ગ્સ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (ડીઇએ)માં નોકરી કરતા કીકી કેમેરાન સાલઝર નામના સ્પેનિશ મૂળના કર્મચારીની મેકસિકોના ડ્ગ માફિયાઓએ હત્યા કરતા સ્થાનિકોએ  રેડ રિબન હાથમાં રાખીને વિરોધ્ધ નોંધાવ્યો હતો.

Article Content Image

જયારે HIV પીડિતો માટે પ્રેમ અને સંવેદના ફેલાવવા માટે ૧૯૯૧માં રેડ રીબન પ્રોજેકટ શરૃ થયેલો જેની ડિઝાઇન વિઝયુએલ એઇડઝ આર્ટિસ્ટ નામના એક ગૃપે તૈયાર કરી હતી.૧૯૯૧માં હોલીવુડ એકટર જેરમી આર્યન્સે ટોની એવોર્ડ વખતે રેડ રીબન ધારણ કરીને આ સિમ્બોલને આંતરરાષ્ટ્રીય પ્રસિધ્ધિ અપાવી હતી.રેડ રીબનને HIV જાગૃતિનો સિમ્બોલ બની એ પછી HIVઅંગેની જાગૃતિ,સંશોધન તથા ભંડોળમાં પણ વધારો થયો છે.

૧૯૯૨માં ઇસ્ટર સન્ડે અંતર્ગત વેમ્બી સ્ટેડીયમ ખાતે ઉમેટલા લોકોને ૧ લાખ રીબન વહેંચવામાં આવી હતી.આ કાર્યક્રમ દુનિયામાં ૭૦ થી પણ વધુ દેશોના લાખો લોકોએ ટીવી પર જોયો હતો.૯૦ થી પણ વધારે સેલિબ્રિટીઓએ ની HIV રીબન ધારણ કરી હતી.૨૦૦૭માં અમેરિકાના પ્રેસિડન્ટ જયોર્જ ડબ્લ્યુ બુશે વ્હાઇટ હાઇસમાં ૨૮ ફીટની વિશાળ રીબન ડિસપ્લે કરી હતી.ભારતની વાત કરીએ તો ૧ લી ડિસેમ્બર ૨૦૦૭ના રોજ રેડ રિબન એકસપ્રેસથી આ સિમ્બોલ પ્રત્યે લોકોનું સૌથી વધારે ધ્યાન ખેચાયું હતું.

 

Gujarat