Get The App

ઈરાનને ટ્રમ્પે આપેલ એલ્ટિમેન્ટ પછી ઇઝરાયલે રચેલું અદ્ભુત પાતાળ-લોક

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનને ટ્રમ્પે આપેલ એલ્ટિમેન્ટ પછી ઇઝરાયલે રચેલું અદ્ભુત પાતાળ-લોક 1 - image

- ત્રીજા વિશ્વ યુદ્ધની અંતર-ચેતના થઈ હોય તેમ

- મેગન-ડેડિ-એડોમાં તરીકે ઓળખાતા આ પાતાળ-લોકમાંથી બધુ સંચાલન થાય છે : 2000 એમ્બ્યુલન્સ, 10 હેલિકોપ્ટર્સ સતત તૈનાત

તેલ અવીવ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકનું આખરીનામું આપી દીધા પછી દુનિયાની નજર મધ્ય પૂર્વ પર છે. ટ્રમ્પે જણાવી દીધું છે કે જો ઈરાન (યુરેનિયમ- સંવર્ધન ન કરવા) નહીં માને તો તેની તમામ પાયાની વ્યવસ્થાઓ તથા પુલોને તબાહ કરવામાં આવશે. આ પૂર્વે પણ ટ્રમ્પે ઈરાનને પાષાણ-યુગમાં પહોંચાડી દેવાની ધમકી આપી હતી.

અમેરિકા-ઈરાન યુદ્ધમાં સૌથી મોટો ખતરો, ઇઝરાયલ પર તોળાઈ રહ્યો છે. કારણ કે અમેરિકા તો ભૌગોલિક દ્રષ્ટિએ ઘણું દુર છે. પરંતુ ઇઝરાયલને તો ઈરાન સુધી જ નિશાન બનાવી શકે તેમ છે. તેનાં મિસાઇલ ઇઝરાયલ ઉપર સીધું જ નિશાન પાડી શકે તેમ છે. તે સંયોગોમાં ઇઝરાયલે તેલ અવીવ પાસેના રાખવા શહેર પાસે જમીનમાં નીચે ૫૦ મીટર જેટલું ઊંડે પાતાળ-લોક ચણ્યું છે. ત્યાં તેણે અન્ડર-ગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટર રચ્યું છે. ત્યાં ઈરાનના પ્રબળમાંથી પ્રબળ મિસાઇલ પણ નાકામિયાબ કરે તેમ છે.

આ અન્ડર ગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટરનું નામ મેગન-ડેવિડ-એડોમ તેવું આપવામાં આવ્યું છે. તે ભૂગર્ભમાં રહેલા એક શહેર જેવું છે. તેમાં ૨૦૦૦ એમ્બ્યુલન્સ, ૧૨૦૦ ટુ વ્હીલર્સ અને ૧૦ થી વધુ હેલિકોપ્ટર્સ છે. તેમાં એક હોસ્પિટલ તો છે જ. ઉપરાંત એક મોબાઈલ-હોસ્પિટલ છે.

યુધ્ધની સ્થિતિ જોવા માટે સ્ક્રીન ઉપર પળ પળની માહિતી અપાતી રહે છે અને કયાં મિસાઇલ પડયું, કઇ તરફથી આવી કયા ખૂણામાં પડયું તેની પૂરેપૂરી માહિતી સ્ક્રીન ઉપર રજુ થઇ શકે તેમ છે. આ સંપૂર્ણ સુરક્ષા તંત્રને વધુ મજબુત બનાવવા એમડીએ ઇઝરાયલ સેના પોલીસ તથા જાસૂસી સંસ્થા મોસાદ સાથે બરોબર તાલ-મેલ સાધી કામ કરે છે. ત્રીજા વિશ્વ યુધ્ધની અંતર ચેતના થઇ ગઇ હોય તેમ ઇઝરાયલે આ ભૂગર્ભ શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ વોર રૂમ પણ બનાવ્યો છે.