પાક.માં તંગદિલી ચરમ સીમાએ : મુનીરના પ્લાન સામે લોકો સડક પર ઉતર્યા : આઝાદ સિંધુદેશની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફીલ્ડ માર્શલ અસીમ મુનીર ઉપર દેશ તોડવાનો આક્ષેપ
- પાકિસ્તાનના સિંધ પ્રાંતના ટુકડા કરવાની મુનીરની યોજના સામે હજ્જારો કરાંચી અને અન્ય શહેરોમાં સડક પર ઉતર્યા
કરાંચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતનાં વિભાજનની યોજના સામે કરાંચીમાં હજ્જારો સિંધી રાષ્ટ્રવાદીઓ સડકો ઉપર ઉતરી આવ્યા હતા. તેઓએ સેનાના પ્રમુખ ફીલ્ડ માર્શલ આસીમ મુનીર ઉપર દેશ તોડવાનો આક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની રચના થઇ ત્યારે તેનું પહેલું પાટનગર મહમ્મદઅલી ઝિનાએ કરાચીમાં જ રાખ્યું હતું. પછીથી રાવલપિંડી ફેલાયું તે પછી રાવલપિંડીની ઉત્તર પશ્ચિમે ઇસ્લામાબાદ રચાયું.
સિંધી સંગઠનો સિંધ પ્રાંતના ટુકડા કરવાની યોજના સામે એટલા ગુસ્સા ભરાયા છે કે તેઓે પંજાબની આર્થિક નાકાબંધી કરવાની ધમકી આપી છે, અને ફરી એકવાર આઝાદ સિંધુ દેશની માગણી જાગી છે. વાસ્તવમાં રવિવારે જય સિંધ રાહબર કમીટી (જે.એસ.આર.સી.) નાં બેનર નીચે હજ્જારો લોકોએ હાથમાં લાલ ધ્વજ લઇ કરાંચીમાં સરઘશો કાઢ્યાં હતાં. આ જે.એસ.આર.સી. ચાર સિંધી રાષ્ટ્રવાદી પાર્ટીઓનું સંગઠન છે. તેના સભ્યો સિંધભરમાંથી રંગબેરંગી બસો દ્વારા કરાંચી પહોંચ્યા હતા. તેમણે પારંપરિક સિંધી અજરક સ્કાર્ફ અને ટોપી પહેરી હતી.
જય સિંધ મહાજના અધ્યક્ષ રિયાઝ અલિ ચંદીયો તથા નિયાઝ કલાનીએે તે માર્ચનું નેતૃત્વ કર્યું હતું. તેમાં વકીલો અને સમાજ અગ્રીણો પણ સામેલ થયા હતા. આ સરઘસને લીધે કરાંચીની સડકો પણ કેટલાક કલાક સુધી બંધ રહી હતી.
તે પછી યોજાયેલી સભામાં નેતાઓએ કહ્યું : સિંધ માત્ર પાકિસ્તાનનો એક પ્રાંત કે પ્રશાસનિક એકમ જ નથી. તે તેની ઐતિહાસિક ઓળખ તેની વિશિષ્ટ સભ્યતા, ભાષા અને સંસ્કૃતિનું ઘર છે. જે પાકિસ્તાન રચાયું તે પહેલેથી હતાં. તેઓ રેફરેન્ડમનો પ્રસ્તાવ પણ ફગાવી દીધો હતો. અને કહ્યું હતું કે સાજીશ છે. તે દ્વારા સિંધના ટુકડા કરવાની રમત રમાઈ રહી છે. સાથે કહ્યું હતું કે, તેમનું આંદોલન ઉર્દુ બોલનાર વિરૂદ્ધ નથી.
માત્ર કરાંચીમાં જ નહીં સમગ્ર સિંધમાં આ આંદોલન વ્યાપી ગયું છે. સિંધનાં હૈદરાબાદ, નવાબી શાહ, લારકાના તથા દાદૂ જિલ્લાના મેહર શહેરમાં પણ પ્રદર્શનો થયાં છે. ૨૧ નવેમ્બરે મેહરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યો હતાં. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના વકીલ અયાઝ લતીફ પાલીજોએ કહ્યું કે મેહર જેવાં નાનાં શહેરના લોકોએ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે સિંધની એકતા સાથે કોઈ બાંધછોડ થઈ નહીં શકે.




