Get The App

ઇન્ડોનેશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા 7.8ની તીવ્રતા : સુનામીની ચેતવણી

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઇન્ડોનેશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા 7.8ની તીવ્રતા : સુનામીની ચેતવણી 1 - image

- મોલુક્કા ટાપુ વિસ્તારમાં માત્ર 10 કીમીની જ ઊંડાઈએ ભૂકંપ શરૂ થયો હતો તેથી અસર વધુ ગંભીર બની રહી

નવી દિલ્હી : આજે ગુરૂવારે સવારે ઇન્ડોનેશિયાના ઉત્તરમાં મોલુક્કા સ્ટેટમાં ૭.૮ અંકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુ.એ. જીયોલોજિકલ સર્વે (યુએસજીએસ)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ટેરનાટે આસપાસ ઉત્તર મોલુક્કા સાગરમાં ધરતીની નીચે માત્ર ૧૦ કી.મી. જેટલું જ ઊંડું હતું. તેથી આ ભૂકંપ તરંગો વધુ વિનાશકારી બની રહ્યા હતા. આથી ભૂકંપ વિજ્ઞાનીઓએ સુનામીની ચેતવણી જાહેર કરતાં સરકાર વધુ કાર્યરત બની ગઈ છે.

ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ભયના માર્યા લોકો ચીસો પાડતા પાડતા અહીં તહીં નાસભાગ કરતા હતા. બીજી તરફ સરકારે લોકોને ઊંચાણવાળા વિસ્તારોમાં ચાલ્યા જવા જણાવ્યું હતું અને સમુદ્ર તરો ખાલી કરવા આદેશ આપ્યો હતો. સમગ્ર વિસ્તારમાં રાહત અને બચાવ ટુકડીઓ સક્રિય કરી દેવાઈ હતી.

આ પૂર્વે થોડા દિવસોએ પણ ૬ અંકની તીવ્રતાના આંચકા લાગ્યા હતા. તેથી આ વખતે માત્ર ટૂંકા ગાળામાં જ લાગેલા આંચકાથી લોકો રીતસર બહાવરા બની ગયા હતા. જો કે હજી સુધી જાનમાલના નુકસાનની માહિતી મળી નથી.

તે સર્વવિદિત છે કે ઇન્ડોનેશિયા પેસિફિક મહાસાગર ફરતી રીંગ ઓફ ફાયર વિસ્તારમાં આવેલું છે. તેટલું જ નહીં પરંતુ તે વિસ્તારમાં ૪ ટેક્ટોનિક પ્લેટ્સ ભેગી થાય છે. જેવી કે પેસિફિક, યુરેશિયન, ઇન્ડો-ઓસ્ટ્રેલિયન અને ફીલીપાઈનીયન આ પ્લેટસ આપસમાં ટકરાય છે, તેનાં ઘર્ષણને લીધે ઊર્જા બહાર પાડે છે. તે ઊર્જા તરંગીય રૂપમાં છે, તેથી કંપન થાય છે. જે ભૂકંપ કહેવાય છે.