For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO: તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, મોતનો આંકડો 175ને પાર, 1000થી વધુ ઘવાયા

નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા

કોઈપણ પ્રકારની જાનહાનિના કે નુકસાનના અહેવાલ મળ્યા નથી

Updated: Feb 6th, 2023

Article Content Image

Image: DD News




તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જોકે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા 7.5 દર્શાવી હતી. મળતા અહેવાલો અનુસાર ભૂકંપ દરમિયાન 175થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘવાયાની માહિતી મળી છે. તેમજ 16 ઈમારતોને અતિ નુકસાન થયું છે. જોકે, આ આંકડો હજુ વધી શકે છે. સાનલીઉર્ફા મેયરે આ વાતની પુષ્ટિ કરી છે. 

ભૂકંપના આંચકા સીરિયા સુધી પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તુર્કી અને સીરિયામાં અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપના કારણે અનેક જાનહાનિ થવાની આશંકા છે. 

ભૂકંપ શા માટે થાય છે?

વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.

Gujarat