Get The App

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા શહેરના બારમાં અંધાધૂંધ ગોળીબાર, 11 લોકોના મોત

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા શહેરના બારમાં અંધાધૂંધ ગોળીબાર, 11 લોકોના મોત 1 - image

South African Bar Mass Shooting : દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા નજીક આવેલા સોલ્સવિલે ટાઉનશિપના એક બારમાં આજે (6 ડિસેમ્બર) વહેલી સવારે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઘટનામાં ત્રણ બાળકો સહિત 11 લોકોના મોત અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

ત્રણ બંદૂકધારીઓએ કર્યું આડેધડ ફાયરિંગ

દક્ષિણ આફ્રિકન પોલીસ સર્વિસે જણાવ્યું કે, આ હુમલો સોલ્સવિલે ટાઉનશિપમાં આવેલા એક લાયસન્સ વગરના બારમાં થયો હતો. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, ત્રણ બંદૂકધારીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો. હુમલાવરોએ અચાનક બારમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ પણ વાંચો : VIDEO : 33 બાળકો સહિત 50ના મોત... સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો

ત્રણેય શકમંદ હુમલાવરોની શોધખોળ

પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસની અનેક ટીમો હાલમાં ત્રણેય શકમંદ હુમલાવરોની શોધખોળમાં લાગેલી છે. હુમલા પાછળનો હેતુ હજી સ્પષ્ટ થઈ શક્યો નથી અને આરોપીઓની ધરપકડ બાદ જ કારણ જાણવા મળશે.

આ પણ વાંચો : ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ બ્રિટનની મોટી કાર્યવાહી, સંપત્તિઓ જપ્ત અને કંપનીઓ બૅન