Get The App

ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ બ્રિટનની મોટી કાર્યવાહી, સંપત્તિઓ જપ્ત અને કંપનીઓ બૅન

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ બ્રિટનની મોટી કાર્યવાહી, સંપત્તિઓ જપ્ત અને કંપનીઓ બૅન 1 - image


Khalistan Terrorism: ભારતના સતત દબાણ વચ્ચે બ્રિટને ખાલિસ્તાની આતંકવાદી સમૂહ સામે મોટું ઐતિહાસિક પગલું લીધું છે. બ્રિટિશ સરકારે 4 ડિસેમ્બરે ગુરપ્રીત સિંહ રેહલ નામના એક વ્યક્તિ અને બબ્બર અકાલી લહેર સંગઠન પર આતંકવાદ સાથે જોડાયેલા આરોપ હેઠળ પ્રતિબંધ લગાવી દીધો છે. આ કાર્યવાહી ખાસ કરીને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ નામની પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સાથે તેની સાંઠગાંઠને લઈને કરવમાં આવી છે. આ પગલાંથી બ્રિટનની નાણાંકીય પ્રણાલીનો દુરૂપયોગ કરનારા ઉગ્રવાદીઓને આંચકો લાગશે અને ભારત-બ્રિટન વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગને નવી મજબૂતી મળશે. 

આ પણ વાંચોઃ VIDEO: અકસ્માતનો આ દૃશ્ય જોઈ કંપારી છૂટી જશે! પૂરપાટ દોડતી કાર હવામાં ઉછળી અને પછી..

સંપત્તિ ફ્રીઝ અને કંપનીઓ પર અસર

બ્રિટન સરકારે કાઉન્ટર ટેરેરિઝ્મ (સેંક્શંસ) (ઈયુ એગ્ઝિટ) રેગ્યુલેશન્સ 2019 હેઠળ આ પ્રતિબંધો લાગુ કર્યા છે. જેમાં નીચે મુજબની કાર્યવાહી સામેલ છે. 

  • સંપત્તિ ફ્રીઝઃ રેહલ, બબ્બર અકાલી લહેર અને તેની સાથે જોડાયેલી કંપનીની બ્રિટનમાં સ્થિત તમામ સંપત્તિ, ફંડ અને આર્થિક સંસાધનોને તાત્કાલિક પ્રભાવથી ફ્રીઝ કરવાામં આવ્યા છે. બ્રિટિશ નાગરિક અથવા સંસ્થાઓને જ્યાં સુધી એચએમ ટ્રેઝરીથી લાઇસન્સ ન મળે ત્યાં સુધી આ સંસાધનો સાથે કોઈ કરાર કરવા અથવા તેમને કંઈપણ ઉપલબ્ધ કરાવવાની મંજૂરી નથી, . 
  • કંપનીઓ પર અસરઃ રેહલ સાથે જોડાયેલા સંગઠન સેવિંગ પંજાબ સીઆઈસી, વાઇટહૉક કન્સલ્ટેશન્સ લિમિટેડ અને અનઇનકૉર્પોરેટેડ સંગઠન લોહા ડિઝાઇન્સ પર પણ પ્રતિબંધ લગાવ્યા છે. 
  • ડિરેક્ટરશિપ પર પ્રતિબંધ: ગુરપ્રીત સિંહ રેહલને ડિરેક્ટરનું પદ સંભાળવાથી અથવા કોઈપણ કંપનીના સંચાલનમાં સીધી/પરોક્ષ રીતે ભાગ લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા પર સાત વર્ષની કેદ અથવા 10 લાખ પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે. બ્રિટનના નાણાં મંત્રાલયના મૂલ્યાંકન અનુસાર, આ પહેલીવાર છે જ્યારે ડોમેસ્ટિક કાઉન્ટર-ટેરેરિઝ્મ રિજીમનો ઉપયોગ ખાલિસ્તાની મિલિટેન્ટ ગ્રુપ્સના ફંડને રોકવા માટે કરવામાં આવ્યો છે. 

ખાલિસ્તાની આતંક સાથે જોડાયેલા આરોપ

ગુરપ્રીત સિંહ રેહલ પર ભારતમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ સંગઠનો સાથે જોડાયેલ હોવાનો આરોપ છે. બ્રિટિશ સરકાર અનુસાર,  તે બબ્બર ખાલસા અને બબ્બર અકાલી લહેરની ગતિવિધિઓમાં સક્રિય રીતે સામેલ છે. આ આતંકી સંગઠનોની ગતિવિધિઓમાં સમૂહોનું પ્રચાર-પ્રસાર અને પ્રોત્સાહન, ભરતી અભિયાન ચલાવવું, નાણાંકીય સેવા પ્રદાન કરવી, હથિયાર અને અન્ય સૈન્ય સામગ્રીની ખરીદીમાં મદદ અને આવા જ સંગઠનોને સમર્થન અને સહયોગ આપવા જેવી બાબતો સામેલ છે. 

આ પણ વાંચોઃ આખરે ટ્રમ્પના મનની ઈચ્છા પૂરી થઇ! અમેરિકન પ્રમુખને ફિફાએ શાંતિના પુરસ્કારથી સન્માનિત કર્યા

બબ્બર અકાલી લહેરને બબ્બર ખાલસાનું સહયોગી સંગઠન માનવામાં આવે છે, જે તેની ભરતી, પ્રચાર અને આતંકવાદી ગતિવિધિ વધારે છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે, જે ખાલિસ્તાન આંદોલનના નામે હિંસા અને ઘૃણા ફેલાવવા માટે કુખ્યાત છે. બ્રિટનની આ કાર્યવાહી ભારતમાં થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓનું સમર્થન આપનારા નેટવર્કને નિશાનો બનાવે છે. 

'આતંકવાદના ફંડિંગને કચડી નાંખીશું...'

બ્રિટનના આર્થિક સચિવ લૂસી રિગ્બી કેસી એમપીએ આ કાર્યવાહીનું સ્વાગત કરતા કહ્યું કે, જ્યારે આતંકવાદી બ્રિટનની નાણાંકીય પ્રણાલીનું શોષણ કરશે તો અમે ચૂપચાપ જોઇશું નહીં. આ ઐતિહાસિક પગલું દર્શાવે છે કે, દરેક ઉપલબ્ધ ટૂલનો ઉપયોગ કરીને આતંકવાદની ફંડિંગને રોકવા માટે તૈયાર છીએ, પછી ભલે તે કોઈપણ હોય. બ્રિટન એ શાંતિપૂર્ણ સમુદાયો સાથે દ્રઢતાથી ઊભું છે, જે હિંસા અને ઘૃણાને પ્રોત્સાહન આપનારાની વિરૂદ્ધમાં છે. 

ભારત-બ્રિટન સહયોગને મળી મજબૂતી

આ પગલું ભારત અને બ્રિટન વચ્ચે વધતા આતંકવાદ વિરોધી સહયોગનું પ્રતીક છે. બ્રિટને સ્પષ્ટ સંકેત આપ્યો કે, તે વિદેશી માટી પર આતંકવાદને સમર્થન આપનારા નેટર્કને સહન નહીં કરે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ કાર્યવાહીથી ખાલિસ્તાની ઉગ્રવાદીઓના વૈશ્વિક ફંડિંગની ચેનલ પર અસર પડશે, જેના સાથે ભારતની સુરક્ષાની ચિંતા પણ જોડાયેલી છે. 

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં વિભાજન સમયે 1817 હિન્દુ મંદિર અને ગુરુદ્વારા હતા, જેમાંથી ફક્ત 37 જ સક્રિય

બબ્બર ખાલસાનો ઈતિહાસ અને જોખમ

બબ્બર ખાલસા 1980ના દાયકામાં ખાલિસ્તાન આંદોલન દરમિયાન ઉભર્યું હતું. તે ભારતમાં અનેક આતંકી હુમલા માટે જવાબદાર રહ્યું છે. આ સંગઠન હથિયારની તસ્કરી, વિસ્ફોટક હુમલા અને રાજકીય હત્યાઓમાં સંડોવાયેલું છે. બ્રિટનમાં તેના સમર્થક લંડન અને અન્ય શહેરોમાં સક્રિય છે, જ્યાં તે ફંડિંગ અને પ્રચાર દ્વારા ગતિવિધિઓ કરે છે. હાલના વર્ષોમાં ભારતે બ્રિટન પાસેથી આવા નેટવર્ક પર કાર્યવાહીની માંગ કરી હતી અને આ સંયુક્ત ઘોષણા એ જ દિશામાં એક મોટું પગલું છે. આ કાર્યવાહી બ્રિટનની વ્યાપક વ્યૂહનીતિનો ભાગ છે, જે વૈશ્વિક આતંકવાદના ફંડને રોકવા પર કેન્દ્રિત છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સહયોગ વધી રહ્યો હોય એવામાં આવનારા દિવસોમાં હજુ પ્રતિબંધો લાગે તેની સંભાવનાને નકારી ન શકાય.

Tags :