ટિન્ડર ઉપર 56 વર્ષના કરોડપતિ અને 23 વર્ષની છોકરી વચ્ચે પાંગર્યો પ્રેમ


અલાના: ઘણી વાર લોકો અમારી વચ્ચે રહેલા ઉંમરના તફાવતના કારણે વિચિત્ર રીતે જોતા હોય છે


નવી દિલ્હી, તા. 21 જૂન 2022, મંગળવાર


સોશિયલ મીડિયાએ લોકોને એકબીજાની ખૂબ જ નજીક લાવી દીધા છે. આજકાલ ઘણા પ્રેમ સંબંધો પણ આ માધ્યમથી બંધાતા હોય છે. આજે આપણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચિત 56 વર્ષના બોયફ્રેન્ડ અને 23 વર્ષની ગર્લ ફ્રેન્ડની લવ સ્ટોરી વિશે જાણીશું. ખાસ વાત તો એ છે કે, બોયફ્રેન્ડ ખૂજ અમીર છે પરંતુ ગર્લ ફ્રેન્ડનું કહેવું છે કે તે દેવાળું ફૂંકી દેશે તો પણ તેને પ્રેમ કરતી રહેશે. આ કપલ બ્રિટેનના એક મહેલમાં રહે છે.

જેફ વિનની મુલાકાત અલાના લુક સાથે ટિન્ડરના માધ્યમથી થઈ હતી. બે મુલાકાતો બાદ આ કપલે પોતાનો સંબંધ પાક્કો કરી લીધો હતો. હાલમાં જ આ ક્યુટ કપલે સગાઈ કરી છે. જો કે તેમની વચ્ચે 33 વર્ષનો ઉંમર તફાવત હોવાના કારણે અનેક લોકોના સવાલોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ કપલ 11 બેડરૂમના આલિશાન ઘરમાં રહે છે. અલાનાનું કહેવું છે કે, તેણે જેફ સાથે સગાઈ પ્રેમના કારણે કરી છે તેના કરોડપતિ હોવાના કારણે નહી. 

આ કપલ એકબીજાને ખૂબ જ પસંદ કરે છે અને આશરે 2 વર્ષથી સાથે છે. જેફે બીજી ડેટ દરમિયાન અલાનાને ડાયમંડની ઈયરરિંગ ગિફ્ટ કરી હતી.જેફ અવાર નવાર અલાનાને મોંઘી ગિફ્ટસ આપતા રહે છે. જેમ કે રોલેક્સ વૉચ, ઓડી, લક્ઝરી ટ્રીપ. આ યાદી ઘણી લાંબી છે. અલાનાનું કહેવું છે કે તે ગોલ્ડ ડીગર નથી. તેમનો સબંધ સોના જેવો શુદ્ધ છે.

અલાના કહે છે કે ઘણી વાર લોકો તેમના અને જેફ વચ્ચે રહેલા ઉંમરના તફાવતના કારણે તેમને વિચિત્ર રીતે જોતા હોય છે. જો કે તે અફ્વાઓ ઉપર ધ્યાન નથી આપતી. તેણે પોતાની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે, જેફ પાસે કંઈ પણ ન રહે અને તે સાવ નાદાર પણ થઈ જાય તેમ છતા પણ તે જેફને એટલો જ પ્રેમ કરશે.

આ અગાઉ અલાના એક ફ્લેટમાં ભાડે રહેતી હતી, હવે તેની આખી દુનિયા બદલાઈ ગઈ છે. ક્લીનરથી શરૂ કરીને બારટેન્ડર સુધી દરેક તેની સેવામાં હાજર છે.અલાનાના જણાવ્યા પ્રમાણે તેને આ બધું ક્યારેય નહોતું ઈચ્છયુ. તે જેફના બાદ આ આલિશાન મહેલનો વારસો પણ નહી મેળવે તેવો કરાર કરવા પણ તૈયાર છે. 

City News

Sports

RECENT NEWS