Get The App

VIDEO : 15 હજાર ફૂટથી છલાંગ લગાવતા જ પ્લેનની પાંખમાં ફસાયું સ્કાયડાયવરનું પેરાશૂટ, પછી આ રીતે બચ્યો જીવ!

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : 15 હજાર ફૂટથી છલાંગ લગાવતા જ પ્લેનની પાંખમાં ફસાયું સ્કાયડાયવરનું પેરાશૂટ, પછી આ રીતે બચ્યો જીવ! 1 - image


Skydiver Dangerous Incident : સ્કાયડાઈવિંગ કરવાના શોખીન સ્કાયડાયવર માટે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઉત્તરી ક્વીન્સલેન્ડમાં એક સ્કાયડાયવરનો જીવ જોખમમાં મુકાયો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ત્યારે બની, જ્યારે એક સ્કાયડાયવરે 15,000 ફૂટની ઊંચાઈએથી કૂદીને સ્કાયડાઇવિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે જ સમયે અતિભારે પવન વચ્ચે તેનો રિઝર્વ પેરાશૂટ અચાનક પ્લેનના ટેલમાં ફસાઈ ગયો હતો. આ ખતરનાક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ જોનારાઓના હોંશ ઉડી ગયા છે.

દરવાજા પાસે હતા ચાર સ્કાયડાયવર

રિપોર્ટ મુજબ, વિમાનના દરવાજા પાસે કુલ ચાર લોકો હતા, જેમાંથી રિઝર્વ પેરાશૂટ પહેરેલો એક સ્કાયડાયવર દરવાજાની સાઈડના પગથીયા પર એક પગ રાખીને ઉભો હતો. જ્યારે બીજો સ્કાયડાયવર દરવાજાની પાસેના પ્લેનના વિંગ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બાકીના બે સ્કાયડાયવર દરવાજા પાસે અન્ય સ્કાયડાયવરની મદદ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : ટ્રમ્પ બનાવશે નવી ટીમ, પાંચ દેશોને કરશે સામેલ

પેરાશૂટ ખૂલી જતા પ્લેનના ટેલમાં ફસાયો

ચારમાંથી એક સ્કાયડાયવર પ્લેનના પાંખ પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેના પેરાશૂટનું હેન્ડલ ક્યાંક અડી જતા પેરાશૂટ ખુલી ગયો હતો, ને અચાનક ભારે પવનના કારણે તેનું પેરાશૂટ પ્લેનના ટેલમાં ફસાઈ ગયું હતું. અને થોડી જ સેકન્ડોમાં તેનું પેરાશૂટ ફાટી જતા તે જમીન તરફ ધસી ગયો હતો.

સ્કાયડાયવર અથવા અન્ય સ્કાયડાયવર ફેંક્યો

આ દરમિયાન વધુ એક ઘટના બની હતી. જે સ્કાયડાયવર પેરાશૂટ ખૂલવાના કારણે ફેંકાઈ ગયો હતો, ત્યારે તે દરવાજે ઉભેલા અન્ય સ્કાયડાયવર સાથે પણ અથડાયો હતો. જેના કારણે બીજો સ્કાયડાયવર સીધો જ વિમાનમાંથી બહાર ફેંકાઈ ગયો હતો.

પ્લેનને આંશિક નુકસાન

સ્કાયડાયવરના ઝટકાના કારણે પ્લેનના બહાર સ્ટેબિલાઇઝરને પણ આંશિક નુકસાન થયું છે. પાયલટને પાછળ થયેલી ઘટનાની સીધી જાણ નહોતી, પરંતુ તેમને વિમાનની સ્થિતિમાં અચાનક ફેરફાર થયો હોવાનો અહેસાસ થયો હતો. એટીએસબીના રિપોર્ટ મુજબ, વિમાનમાં કુલ 13 સ્કાયડાયવર હતા.

આ પણ વાંચો : આ દેશમાં ચાર વર્ષમાં સાત વડાપ્રધાન બદલાયા, જાણો કારણ

સ્કાયડાયવરે પેરાશૂટની 11 લાઈન પછી મુખ્ય પેરાશૂટ ખૂલ્યો

જે સ્કાયડાયવર પ્લેનના ટેલમાં ફસાઈ ગયો હતો, તેણે ભારે મુશ્કેલીમાં ચપ્પુ નીકાળ્યું હતું અને રિઝર્વ પેરાશૂટની 11 લાઈન (દોરડા) કાપી હતી. લાઈન તૂટતાં જ પેરાશૂટ ફાટી ગયો હતો અને તે વિમાનથી દૂર ફેંકાઈ ગયો હતો. જેવો તે બહાર ફેંકાયો ત્યારે તેણે તાત્કાલીક પોતાનો મુખ્ય પેરાશૂટ ખોલી નાખ્યો અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. રિપોર્ટ મુજબ તેને આંશિક ઈજા થઈ છે. તેણે બહાદુરી અને બુદ્ધિપૂર્વક પોતાનો જીવ બચાવ્યો છે.

પાઈલોટનો ‘મે ડે’ કૉલ

વિમાનમાં અનિયંત્રિત થતા પાયલોટે ‘મે ડે’ કૉલ આપ્યો હોત અને પોતે પણ કૂદવાની તૈયારીમાં હતો. જોકે લગભગ 2500 ફૂટ નીચે આવ્યા બાદ તેણે પ્લેન સંભાળી લીધું હતું. આખરે તેણે સેસના કરાવૈનમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં હાજર 17 લોકોમાંથી એક સ્કાઈડાયવર કેમેરા ઓપરેટર હતો અને તેણે આખી ઘટના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. હાલ વીડિયો તપાસ અધિકારીઓને મોકલી દેવાયો છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ચીન પર મહેરબાન થયું ભારત, જાણો શું લીધો નિર્ણય