'તમારા દેશ પાછા જાઓ...' બ્રિટનમાં શીખ મહિલા સાથે બે હેવાનોએ આચર્યું દુષ્કર્મ, સાંસદ ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image Twitter |
Sikh woman rape UK: યુનાઇટેડ કિંગડમના ઓલ્ડબરી શહેરમાં એક શીખ મહિલા પર હેવાનિયતથી સ્થાનિક સમુદાયને ઘેરો આઘાત પહોંચ્યો છે. 20 વર્ષની મહિલા પર બે પુરુષોએ બળાત્કાર ગુજાર્યો હતો તેમજ આ હેવાનોએ જાતિ આધારિત અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. આ ઘટના ગત મંગળવારે સવારે 8:30 વાગ્યે ટેમ રોડ પાસે બની હતી.
આ પણ વાંચો: પુતિન એમના ખાસ અધિકારીને ભારત મોકલશે, ભારત માટે ટ્રમ્પના ટેરિફનો તોડ શોધ્યો!
આ ઘટનાને પોલીસે 'જાતિગત રીતે ગંભીર ગુનો' ગણાવતાં કહ્યું કે, 'હાલમાં અમે હુમલાખોરોને શોધી રહ્યા છે. તેમજ સીસીટીવી અને ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ હુમલા અંગે પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, હુમલાખોરોએ તેના પર જાતિગત ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે 'તમારા દેશમાં પાછા જાઓ.'
કોણ છે શંકાસ્પદ
સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે, શંકાસ્પદો બંને શ્વેત પુરુષો છે. એકનું માથું મુંડન કરેલું હતું અને તેણે ઘેરા રંગનો સ્વેટશર્ટ પહેર્યો હતો, જ્યારે બીજો ગ્રે ટી-શર્ટ પહેરેલો હતો.
શીખ સમુદાયમાં ભારે આક્રોશ
આ ઘટનાને લઈને સ્થાનિક શીખ સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો છે. તેને સીધી રીતે જાણી જોઈને કરવામાં આવેલો હુમલો માનવામાં આવી રહ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સમુદાયનો ગુસ્સો સંપૂર્ણપણે વાજબી હતો અને હવે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
સાંસદોની પ્રતિક્રિયા
બર્મિંગહામ એજબેસ્ટનના સાંસદ પ્રીત કૌર ગિલે આ હુમલાની નિંદા કરતાં કહ્યું: 'આ માત્ર એક અત્યંત હિંસક ગુનો નથી, પરંતુ આ જાતિગત રીતે પણ ઉગ્ર હતો. હુમલાખોરોએ કથિત રીતે પીડિતાને કહ્યું હતું કે, તે અહીંની નથી. પરંતુ હકીકત એ છે કે, તે અહીંની છે. આપણા શીખ સમુદાય અને દરેક સમુદાયને સુરક્ષિત, આદરણીય અને મૂલ્યવાન અનુભવવાનો અધિકાર છે. જાતિવાદ અને સ્ત્રીવિરોધને બ્રિટનમાં કોઈ સ્થાન નથી.'
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે, 10 લાખ લોકો સામે ગરીબીમાં ધકેલાવાનું જોખમ
ઇલ્ફોર્ડ સાઉથના સાંસદ જસ અઠવાલે આ હુમલાને 'ઘૃણાસ્પદ, જાતિવાદી અને સ્ત્રીવિરોધી ' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'આ હુમલો આપણા દેશમાં વધતા વંશીય તણાવનું પરિણામ છે. હવે એક મહિલાને જીવનભર આઘાત સહન કરવો પડશે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવી જોઈએ.'









