Get The App

ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે, 10 લાખ લોકો સામે ગરીબીમાં ધકેલાવાનું જોખમ

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે, 10 લાખ લોકો સામે ગરીબીમાં ધકેલાવાનું જોખમ 1 - image


Tariff Effects on American Families: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ટેરિફથી આવક વધશે અને અમેરિકનોને ફાયદો થશે. પરંતુ યેલ યુનિવર્સિટીની બજેટ લેબ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ, ટેરિફ વધુ અમેરિકનોને ગરીબીમાં ધકેલી શકે છે.

યેલ યુનિવર્સિટીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ટ્રમ્પના ટેરિફ વધારાથી 2026 સુધીમાં ગરીબીમાં જીવતાં અમેરિકનોની સંખ્યામાં લગભગ 1 મિલિયનનો વધારો થઈ શકે છે. આ અભ્યાસમાં સત્તાવાર ગરીબી માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ટેક્સ પહેલાની આવકના આધારે ગરીબીની ગણતરી કરે છે.

ગરીબીમાં વધારો થશે

અમેરિકાના સેન્સસ બ્યુરોએ અહેવાલ આપ્યો હતો કે ગયા વર્ષના અંતમાં 3.6 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા હતા. જીવનનિર્વાહના ખર્ચ સાથે આવકમાં વધારો થતાં ગરીબી દર 0.4 ટકા ઘટીને 10.6 ટકા થયો.

યેલ યુનિવર્સિટીની બજેટ લેબને એ પણ જાણવા મળ્યું કે જ્યારે તેણે વધુ વ્યાપક માપ, પૂરક ગરીબી માપદંડનું વિશ્લેષણ કર્યું ત્યારે ગરીબી પણ વધશે. પૂરક ગરીબી માપદંડ ખોરાક, બાળ સંભાળ, તબીબી અને અન્ય ખર્ચાઓને ધ્યાનમાં લે છે. તે અંદાજ લગાવે છે કે 2026માં ગરીબી દર 12થી 12.2% સુધી વધશે.

ઓછી આવક ધરાવતાં લોકો વધુ આયાતી ઉત્પાદનો ખરીદે છે

નિષ્ણાતોના જણાવ્યાનુસાર, ટેરિફ અને તેનાથી સંબંધિત ભાવ વધારા ઓછી આવક ધરાવતાં પરિવારોને સૌથી વધુ અસર કરે છે. ઓછી આવક ધરાવતાં પરિવારો તેમની આવકનો વધુ ભાગ વધુ આવક ધરાવતાં પરિવારો કરતાં જીવનનિર્વાહ પર ખર્ચ કરે છે, જેનો અર્થ એ થાય કે તેઓ ભાવમાં ફેરફાર પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. ઓછી આવક ધરાવતાં પરિવારો ઘણીવાર વધુ આવક ધરાવતાં પરિવારો કરતાં વધુ આયાતી ઉત્પાદનો ખરીદે છે, તેથી તેઓ ટેરિફ વધારાથી સૌથી વધુ પ્રભાવિત થશે.

Tags :