World

‘તેલ અવીવમાં તમારા પાલતુઓનું મોં બંધ કરાવો, નહીં તો...’, ઈરાનના વિદેશ મંત્રીની ટ્રમ્પને ધમકી

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે, તેઓ તેલ અવીવમાં પોતાના સહયોગીઓને નિયંત્રિત કરે. ઈરાન સામે કોઈપણ જોખમનો જડબાતોડ જવાબ અપાશે. કતારમાં અમેરિકાના 2 દૂત, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર, શાંતિ વાટાઘાટો માટે પહોંચ્યા છે. ઈરાનની બ્લોક કરાયેલી સંપત્તિ મુક્ત કરવા મુદ્દે ચર્ચા થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘તેલ અવીવમાં તમારા પાલતુઓનું મોં બંધ કરાવો, નહીં તો...’, ઈરાનના વિદેશ મંત્રીની ટ્રમ્પને ધમકી

Iran Warns Donald Trump Control Your Allies : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને એક અત્યંત કડક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે, ટ્રમ્પે તેલ અવીવ(ઈઝરાયલ)માં પોતાના સહયોગીઓને નિયંત્રિત કરવા જોઈએ. ઈરાનના લોકો અને નેતૃત્વ વિરુદ્ધ કોઈપણ પ્રકારના જોખમનો તાત્કાલિક અને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

અરાઘચીએ વધુમાં જણાવ્યું કે, જો આ સહયોગીઓ તેમના માલિક(અમેરિકા)નું નહીં માને, તો ઈરાન તેમને પાઠ ભણાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, દેશ પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વના મામલામાં કોઈપણ પ્રકારનું દબાણ સહન કરશે નહીં. ઈરાની વિદેશ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે સતત નિવેદનબાજી ચાલી રહી છે, જેનાથી તણાવ વધુ વધવાની આશંકા સેવાઈ રહી છે.

કતારમાં શાંતિ વાટાઘાટો માટે અમેરિકી દૂતો પહોંચ્યા

આ જંગને ખતમ કરવા અને પ્રારંભિક ડીલ લાગુ કરવા અંગેની ચર્ચા માટે અમેરિકાના 2 ખાસ દૂત મંગળવારે કતાર પહોંચ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનરનો આ પ્રવાસ હોર્મુઝ સ્ટ્રેટ(Strait of Hormuz)ને શિપિંગ ટ્રાફિક માટે ફરીથી ખોલવાના પ્રયાસો અંતર્ગત વિકેન્ડમાં થયેલા ગોળીબાર બાદ યોજાયો છે.

અપ્રત્યક્ષ વાતચીતની શક્યતા

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ જણાવ્યું કે, 'દોહામાં અમેરિકી દૂતો ઈરાની રાજદ્વારીઓ સાથે કોઈ સીધી વાતચીત કરવાના નથી. અમેરિકા અને ઈરાન પહેલા પણ પરોક્ષ(અપ્રત્યક્ષ) ચર્ચા કરી ચૂક્યા છે, પરંતુ પાછલા 2 રાઉન્ડ નિષ્ફળ રહ્યા હતા. ઈરાનનું કહેવું છે કે, આગામી દિવસોમાં અમેરિકી પક્ષ સાથે કોઈપણ સ્તરે બેઠકનું આયોજન નથી.

ઈરાનની સંપત્તિ રિલીઝ કરવા પર થશે ચર્ચા

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘઈએ મંગળવારે જણાવ્યું હતું કે, દોહામાં કતારના પક્ષ સાથે 'મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ'(MoU)ના કેટલાક ભાગોને લાગુ કરવા પર ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં ઈરાનના બ્લોક કરાયેલા એસેટ્સ(સંપત્તિ)ને મુક્ત કરવાનો મુદ્દો પણ સામેલ છે. શક્યતા છે કે, બંને પક્ષો કતારના મધ્યસ્થીઓ દ્વારા એકબીજાને સંદેશા મોકલી શકે છે.